રોહિત શર્માએ રિતિકા સાથે પસાર કર્યો સમય, સામે આવી PHOTOS

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આઇપીએલ-8 બાદ હવે ભારતીય ક્રિકેટર્સનું આગળનું મિશન બાંગ્લાદેશ પ્રવાસ છે. વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટર્સ હળવા મૂડમાં જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવનારા કેપ્ટન રોહિત શર્માએ પોતાની ફિયાન્સી રિતિકા સજદેહ સાથે સમય વિતાવ્યો હતો. તે હાલમાં જ CEAT ક્રિકેટ એવોર્ડ્સમાં શામેલ થયો હતો. દરમિયાન બન્નેએ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો અને ડિનર કર્યુ હતું. આ પ્રથમ તક છે જ્યારે કોઇ ઓફિશિયલ ફંક્શનમાં રોહિત શર્મા અને તેની ફિયાન્સી રિતિકા સજદેહ સાથે પહોચ્યા હોય. જો કે આઇપીએલ દરમિયાન કેટલીક મેચોમાં રિતિકા સ્ટેડિયમમાં રોહિત અને તેની ટીમને ચીઅર કરત નજરે પડી હતી. મહત્વપૂર્ણ છે કે ટીમ ઇન્ડિયા લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહી છે. પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ બાદમાં વર્લ્ડકપ 2015 અને ફરી આઇપીએલ, જો કે આઇપીએલ-8 અને બાંગ્લાદેશ પ્રવાસ વચ્ચે આશરે બે અઠવાડિયા જેટલો સમય છે. એવામાં ટીમના ખેલાડી પોતાના પરિવારને મળી રહ્યાં છે અને ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે.
ક્લબમાં કરી હતી સગાઇ
રોહિત શર્મા અને રિતિકા સજદેહની સગાઇ થઇ ચુકી છે. 28 એપ્રિલે (પોતાના જન્મદિવસના બે દિવસ પહેલા) રોહિતે મુંબઇની બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં પોતાની ગર્લફ્રેન્ડ રિતિકાને પ્રપોઝ કર્યુ હતુ અને ત્યાં હાજર લોકો સામે અંગૂઠી પહેરાવી હતી. રિત્તિકા મુંબઇની જ રહેવાસી છે. બન્ને એક બીજાને 6 વર્ષથી જાણતા હતા. તમને જણાવી દઇએ કે 30 એપ્રિલે રોહિત શર્માનો 28મો જન્મ દિવસ હતો. રોહિતે રિતિકા સાથેની તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી લખ્યુ હતુ કે સારી મિત્ર સાથે એક બીજાના હમસફર બનવાથી સારૂ શું હોઇ શકે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, CEAT ક્રિકેટ એવોર્ડ્સમાં હાજર રોહિત શર્મા અને રિત્તિકા સજદેહની તસવીરો...