• Gujarati News
  • Rohit Sharma Eyes Sri Lanka Series To Turn Around 'tricky' Test Career

રોહિત શર્માને શ્રીલંકામાં લય મેળવવાની આશા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: વન-ડે ક્રિકેટમાં બે વખત બેવડી સદી ફટકારનારો રોહિત શર્મા પોતાની ટેસ્ટ કારકિર્દીને લઈને ચિંતિત છે. તે છેલ્લી 17 ટેસ્ટ ઈનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી. રોહિતને આશા છે કે શ્રીલંકાના પ્રવાસમાં તે લય પાછી મેળવશે અને ટેસ્ટમાં પોતાનું સ્થાન નક્કી કરશે. રોહિતે અત્યારે 11 ટેસ્ટમાં 668 રન બનાવ્યા છે જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. તેણે અત્યાર સુધીમાં શ્રીલંકા સામે એક પણ મેચ રમી નથી. શ્રીલંકામાં રોહિત પહેલી વખત ટેસ્ટ મેચ રમશે.

બે મેચમાં બે સદી : રોહિતે પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝ સામે (કોલકાતા, નવેમ્બર 2013) 177 રન અને પછીની ટેસ્ટ (મુંબઈ)માં 111 અણનમ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રોહિતે છેલ્લી 17 ઈનિંગ્સમાં માત્ર બે જ અડધી સદી (72, 53) ફટકારી છે.

શ્રીલંકામાં રોહિતનો ફ્લોપ શો: 2012માં શ્રીલંકામાં વન-ડેની પાંચ ઈનિંગ્સમાં માત્ર 13 રન (5,0,0,4,4) બનાવી શક્યો હતો. 2012માં જ ટી20 વર્લ્ડ કપમાં તે ફ્લોપ રહ્યો હતો. ભારત પાંચ મેચ રમ્યું હતું જેમાંથી ચારમાં તેણે બેટિંગ કરી હતી. એમાં તે 82 રન (1, 55, 1, 25) જ કરી શક્યો હતો.

રોહિત શર્માનું છેલ્લી 17 ટેસ્ટ ઈનિંગ્સમાં પ્રદર્શન

14 અને 6 વિ. સાઉથ આફ્રિકા (જોહાનિસબર્ગ)
0, 25 વિ. દ.આફ્રિકા (ડરબન)
72, 19 વિ. ન્યૂઝીલેન્ડ (ઓકલેન્ડ)
0, 31* વિ. ન્યૂઝીલેન્ડ (વેલિંગ્ટન)
28, 6 વિ. ઈંગ્લેન્ડ (સાઉથમ્પટન)
43, 6 વિ. ઓસ્ટ્રેલિયા ( એડિલેડ)
32, 0 વિ. ઓસ્ટ્રેલિયા (બ્રિસબેન)
53, 39 વિ. ઓસ્ટ્રેલિયા (સિડની)
6 વિ. બાંગ્લાદેશ (ફાતુલ્લાહ)