ઉથપ્પાએ તોડ્યો કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા. કોલકાતા નાઇટ રાઇડર્સના આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પાએ આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો વિરાટ કોહલીનો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો છે. આઈપીએલની એક સિઝનમાં 650 રન બનાવનાર ઉથપ્પા પ્રથમ ભારતીય બન્યો છે.
સતત દસ વખત ૪૦ કે તેથી વધારે રન ફટકારનારા ઉથપ્પાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી ક્વોલિફાયર-૧ની મેચમાં ૪૨ રન ફટકાર્યા હતા અને આ રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. ઉથપ્પાએ આઇપીએલ-૭માં અત્યાર સુધીમાં ૧૫ મેચોમાં ૪૬.૭૮ રનની એવરેજથી ૬૫૫ રન ફટકાર્યા છે. કોહલીએ ગત સિઝનમાં 16 મેચમાં ૬૩૪ રન બનાવ્યા હતા.
આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ઉથપ્પા ચોથા ક્રમાંકે છે. એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન માઇક હસ્સી અને ક્રિસ ગેઈલના નામે છે. હસ્સીએ 2013માં 17 મેચમાં 733 રન બનાવ્યા હતા, જ્યારે ગેઈલે 2012માં 15 મેચમાં 733 રન બનાવ્યા હતા. કેરેબિયન સ્ટાર ગેઈલ ત્રીજા અને ઉથપ્પા ચોથા ક્રમાંકે છે. ગેઈલે બે વખત આ સિદ્ધી મેળવી છે. ઉથપ્પાને હજુ એક મેચ રમવાની હોવાથી હસ્સી અને ગેઈલનો રેકોર્ડ તોડવાની તક છે.
આગળ ક્લિક કરો અને વાંચો, એક સિઝનમાં સૌથી વધારે રન મામલે ગેઈલ, હસ્સી આગળ.....