90 રનમાં ઝડપી હતી 19 વિકેટ, 59 વર્ષે પછી પણ નથી તુટ્યો વર્લ્ડ રેકોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન : ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપ્યા બાદ બોલર સાતમાં આસમાને પહોંચી જાય છે, પણ તમે એ વાત જાણો શો કે ક્રિકેટ ઇતિહાસમાં બે બોલરોએ એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપવાની સિદ્ધી મેળવી છે. ભારતના અનિલ કુંબલે પહેલા ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે આ રેકોર્ડ 1956માં બનાવ્યો હતો. જુલાઈના અંતિમ સપ્તાહમાં (26થી 31 જુલાઈ 1956)માન્ચેસ્ટરમાં રમાયેલી આ ઐતિહાસિક મેચમાં લેકરે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો હતો. તેમણે આ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં 9 અને બીજી ઇનિંગ્સમાં 10 વિકેટ સાથે કુલ 90 રનમાં 19 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડનો આ મેચમાં ઇનિંગ્સ અને 170 રનથી વિજય થયો હતો.
પ્રથમ ઇનિંગ્સમાં 37 રનમાં 9 વિકેટ

ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 459 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીમ લેકરની બોલિંગ સામે ઘરાશાઈ થઈ ગઈ હતી. ઓપનર કોલિન મેકડોનલ્ડ (32) અને જિમ બુર્ક (22) સિવાય કોઈ બેટ્સમેન ડબલ આંકડાને વટાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 84 રનમાં આઉટ થઈ ગઈ હતી.જિમ લેકરે પ્રથમ ઇનિંગ્સમાં 37 રનમાં 9 વિકેટ ઝડપી હતી.
Related Placeholder
બીજી ઇનિંગ્સમાં 53 રનમાં 10 વિકેટ

ફોલોઓનમાં ઉતરેલા ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સુધરી ન હતી. ઓપનર મેકડોનલ્ડના 89 રન સિવાય અન્ય બેટ્સમેન ટકી શક્યો ન હતો. બીજી ઇનિંગ્સમાં જિમ લેકરે ઇતિહાસ સર્જતા 53 રનમાં 10 વિકેટો ઝડપી હતી.

43 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

લેકરે આ મેચમાં કુલ 90 રનમાં 19 વિકેટ ઝડપી હતી. તેણે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ સિડની બાર્ન્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી મેચમાં બેસ્ટ ફિગરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. 1956માં બનેલા આ રેકોર્ડને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

અનિલ કુંબલેએ કરી બરાબરી

ભારતના અનિલ કુંબલેએ 1999માં જિમ લેકર જેવી સિદ્ધી મેળવી હતી, પણ રનના મામલે તે પાછળ રહી ગયો હતો. દિલ્હીના ફિરઝશાહ કોટલામાં પાકિસ્તાન સામે 4 ફેબ્રુઆરી 1999ના રોજ રમાયેલી ટેસ્ટમાં કુંબલેએ 10 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં કુંબલેએ પોતાનો જાદુ ચલાવતા 74 રનમાં બધા જ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુંબલે પછી આવી સિદ્ધી કોઈ બોલરો મેળવી નથી.

આગળની સ્લાઈડ્સ માં જુઓ, આ મેચનો રોમાંચ તસવીરોમાં....