• Gujarati News
  • Ravindra Jadeja Took Michael Clarke Golden Duck Out At Mohali 2013

મોહાલીમાં જાડેજા થયો હિટ, ધોનીની મદદથી પૂરી કરી અનોખી ‘હેટ્રિક’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ત્રણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો શિકાર કરનારો રવીન્દ્ર જાડેજા પોતાના પ્રદર્શનથી ઘણો જ ખુશ છે.

દિવસની રમત પૂરી થયા બાદ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પિચ પર વધારે સ્પિન નથી તેથી હું ફક્ત લાઈન લેંથ પર ધ્યાન આપી રહ્યો હતો. જેના કારણે મને વોર્નરના રૂપમાં પ્રથમ વિકેટ મળી અને તે પછીના બોલ પર હું ક્લાર્કને આઉટ કરવામાં સફળ રહ્યો હતો.

આ શ્રેણીમાં જાડેજાએ સૌથી વધુ પરેશાન પ્રવાસી સુકાની માઈકલ ક્લાર્કને કર્યો છે. તે અંગે બોલતા જાડેજાએ કહ્યું હતું કે ક્લાર્ક મારા નિશાના પર નથી. મને નથી ખબર કે તે મારા જ બોલ પર કેમ આઉટ થઈ રહ્યો છે.

થોડા મહિના પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી બહાર રહેલા જાડેજાએ અચાનક જ રેગ્યુલર સ્પિન બોલર જેવું શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં તેણે એક એવુ કારનામુ કરી દેખાડ્યું જેનુ સપનુ છેલ્લા કેટલાક મહિનાઓથી બધા બોલરો દેખી રહ્યા હતા.

આગળ ક્લિક કરો અને જાણો, જાડેજાએ ધોનીની મદદથી કેવુ કારનામુ કર્યું જેનાથી તે થઈ ગયો HIT.......