બે ગુજરાતીઓના પ્રદર્શનની મદદથી ભારત શ્રેણી જીત્યું, આ ખેલાડી પણ છવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણીને 2-1થી જીતી લીધી હતી. આ સિરીઝમાં ચેતેશ્વર પૂજારા સૌથી વધુ રન ફટકારનાર ભારતીય બેટ્સમેન રહ્યો હતો જ્યારે રવિન્દ્ર જાડેજાએ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ બન્ને ગુજરાતીઓના પ્રદર્શનને કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર વર્ષ પછી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. રવિન્દ્ર જાડેજાને 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાનું ઓલ રાઉન્ડ પ્રદર્શન
 
- રવિન્દ્ર જાડેજાએ બોલની સાથે સાથે બેટથી પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું.
- રવિન્દ્ર જાડેજાએ સિરીઝમાં સૌથી વધુ 25 વિકેટ ઝડપી હતી.
- સાથે જ તેને 127 રનની ઇનિંગ પણ રમી હતી. જેમાં બે અડધી સદી પણ સામેલ છે.
- રવિન્દ્ર જાડેજાએ 18.56ની એવરેજથી 25 વિકેટ ઝડપી હતી.
 
ચેતેશ્વર પૂજારાનું પ્રદર્શન
 
- ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરતા 4 મેચમાં 405 રન બનાવ્યા હતા.
- આ દરમિયાન તેને એક બેવડી સદી પણ ફટકારી હતી.
- પૂજારાની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ બીજી બેવડી સદી હતી.
 
મેચ બાદ શું કહ્યું જાડેજાએ?
 
- જાડેજાએ મેચ પછી કહ્યું, 'હું અડધી સદી ફટકાર્યા બાદ પિચ પર બેટથી તલવારબાજી કરૂ છુ અને સદી ફટકાર્યા બાદ બે બેટથી ઉજવણી કરીશ'
- જાડેજાનો આ ઇશારો સદી ફટકાર્યા બાદ તે નોન સ્ટ્રાઇકરનું બેટ લઇને બે બેટથી તલવારબાજીથી ઉજવણી કરવા તરફ હતો
- જાડેજાએ કહ્યું કે તે ઘરેલુ સિઝનમાં ભારતની જીતમાં યોગદાન આપીને ખુશ છે અને તેને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે જે તેને ટેસ્ટ ક્રિકેટના અનુરૂપ નથી ગણતા
 
આગળની સ્લાઇડમાં જુઓ, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં આ ખેલાડી છવાયા
અન્ય સમાચારો પણ છે...