તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિન્દ્ર જાડેજા બન્યો નંબર-1 બોલર, ચેતેશ્વર પૂજારા નંબર-2 બેટ્સમેન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતની ટેસ્ટ ટીમમાં રમતા સૌરાષ્ટ્રના બે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા ટોપ રેન્ક પર પહોચ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપતા તેને ફાયદો થયો હતો અને બોલરના સર્વશ્રેષ્ઠ નંબર-1 રેન્ક પર પહોચ્યો છે. જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારતા તે બેટ્સમેનના રેન્કમાં નંબર-2 પર પહોચ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા આવુ ક્યારેય બન્યુ નથી જ્યારે બે ગુજરાતી ICCના ટોચના ક્રમે પહોચ્યા હોય.
સિરીઝમાં જાડેજા ઝડપી ચુક્યો છે 21 વિકેટ
 
- રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિચયા વિરૂદ્ધ શ્રેણીમાં અત્યાર સુધી 21 વિકેટ ઝડપી ચુક્યો છે.
- જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટ ઝડપી હતી.
- ચેતેશ્વર પૂજારાએ રાંચી ટેસ્ટમાં 202 રનની ઇનિંગ રમતા ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો. તે ઇંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડી નંબર-2 બેટ્સમેન બની ગયો હતો.
 
રવિન્દ્ર જાડેજા નંબર-1 બોલર
 
- ICCની તાજેતરની રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 899 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 બોલર બની ગયો છે.
- જ્યારે રવિચંદ્રન અશ્વિન 862 પોઇન્ટ સાથે બીજા નંબરે છે.
- ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેવડી સદી ફટકારી બીજા સ્થાને આવી ગયો છે.
- પૂજારા 861 પોઇન્ટ સાથે તેના સર્વશ્રેષ્ઠ બીજા સ્થાને આવી ગયો છે.
- જ્યારે વિરાટ કોહલી 826 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
-  ઓસ્ટ્રેલિયાનો  સ્ટીવ સ્મિથ 941 પોઇન્ટ સાથે નંબર-1 પર છે.
- રવિચંદ્રન અશ્વિન ઓલ રાઉન્ડરમાં 407 પોઇન્ટ સાથે નંબર-2 પર છે જ્યારે રવિન્દ્ર જાડેજા 387 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-3 પર છે.
 
2003માં શરૂ થઇ હતી આઇસીસી રેન્કિંગ
 
- આઇસીસીએ 2003માં પ્રથમ વખત ક્રિકેટમાં રેન્કિંગ આપવાનું શરૂ કર્યુ હતું. ત્યારથી આઇસીસી દરેક સિઝનમાં વન ડે, ટેસ્ટ અને ટી-20 રેન્કિંગ જારી કરે છે.
 
ICC  ટોપ-10 ટેસ્ટ બોલર:
 
ક્રમબોલરનું નામ દેશરેટિંગ
1રવિન્દ્ર જાડેજાભારત899
2આર.અશ્વિનભારત862
3રંગના હેરાથશ્રીલંકા854
4જોશ હેઝલવુડઓસ્ટ્રેલિયા842
5જેમ્સ એન્ડરસનઇંગ્લેન્ડ810
6સ્ટુઅર્ટ બ્રોડઇંગ્લેન્ડ803
7ડેલ સ્ટેનદક્ષિણ આફ્રિકા803
8કાગિસો રબાડાદક્ષિણ આફ્રિકા802
9વેરોન ફિલાન્ડરદક્ષિણ આફ્રિકા767
10નેલ વેગનરન્યૂઝીલેન્ડ762
 
આગળની સ્લાઇડમાં જુઓ, ICCના ટોપ-10 બેટ્સમેન
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો