તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિન્દ્ર જાડેજાએ ફરી બતાવ્યો રજવાડી ઠાઠ, બેટને તલવારની જેમ ફેરવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ફરી પોતાનો રજવાડી ઠાઠ બતાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકાર્યા બાદ તલવારની જેમ બેટ ફેરવ્યું હતું.
રવિન્દ્ર જાડેજાનો રજવાડી ઠાઠ
- રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 90 રનની ઇનિંગ રમી હતી.
- જાડેજાએ અડધી સદી પૂર્ણ કર્યા બાદ બેટને તલવારની જેમ ફેરવી અનોખી રીતે ઉજવણી કરી હતી.
- આ દરમિયાન તેને 10 ફોર તેમજ એક સિક્સર ફટકારી હતી.
- જાડેજાએ આર.અશ્વિન સાથે મળી સાતમી વિકેટ માટે 97 રન તેમજ જયંત યાદવ સાથે આઠમી વિકેટ માટે 80 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
- રવિન્દ્ર જાડેજાના શુઝ ઉપર પણ રાજપૂત લખેલુ જોવા મળ્યુ હતું.
- BCCIએ પણ આ વીડિયો સોશિયલ સાઇટ પર શેર કર્યો હતો.
આ પહેલા પણ આમ કરી ચુક્યો છે જાડેજા
- રવિન્દ્ર જાડેજા આ પહેલા પણ પોતાનો રજવાડી ઠાઠ બતાવી ચુક્યો છે.
- જાડેજા જ્યારે પણ મહત્વપૂર્ણ ઇનિંગ રમે છે ત્યારે બેટને તલવારની જેમ ફેરવે છે.
- જાડેજાએ આ પહેલા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અડધી સદી પૂર્ણ કરી બેટને તલવારની જેમ ફેરવ્યું હતું.
- આ જોઇ ટીમના તમામ ખેલાડી ખુશ થઇ ગયા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ, રવિન્દ્ર જાડેજાની અનોખી ઉજવણીની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...