તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ravindra Jadeja And Suresh Raina Fight During Match Against West Indies Tri Series 2013

PHOTOS: જાડેજા-રૈનાએ કર્યો ટીમ ઈન્ડિયાનો ધજાગરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટ ઈન્ડીઝ સામે કરો યા મરોની મેચમાં સુકાની વિરાટ કોહલીની ધમાકેદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત તો નોંધાવી પરંતુ આ મેચમાં ભારતીય ટીમની એક ખરાબ બાજુ સામે આવી. કોહલીની સદી અને બોલરોના ઘાતક પ્રદર્શનની મદદથી ભારતે યજમાન ટીમને 102 રને પરાજય આપ્યો હતો.

પરંતુ મેચમાં ભારતના જ બે ખેલાડીઓ સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા ઝઘડી પડ્યા હતા. મામલો એટલે સુધી વધી ગયો હતો કે સુરેશ રૈનાએ ગુસ્સે ભરાયેલા જાડેજાનો કોલર પકડી લીધો હતો. પરંતુ સુકાની કોહલી સહિત અન્ય ખેલાડીઓએ વચ્ચે દરમિયાનગીરી કરતા આખો મામલો થાળે પડ્યો હતો.

જોકે, બન્ને વચ્ચે થયેલો તણાવ મેચ પૂરી થયા બાદ પણ જોવા મળ્યો હતો. ભારતના જ બે ખેલાડીઓ વચ્ચે થયેલી આ તકરારથી ટીમને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. જ્યારે સુકાની ધોનીની ગેરહાજરીમાં ટીમની શિસ્ત પર સવાલો ઉઠ્યા છે.

પરંતુ એવું તો શું બન્યું હતું કે જાડેજા અને રૈના વચ્ચે ચાલુ મેચે જ આવો ઝઘડો થયો હતો...જાણવા માટે આગળ ક્લિક કરો અને તે ઝઘડાની તસવીરો જુઓ......