રવિ શાસ્ત્રી બન્યો ટીમ ઇન્ડિયાનો કોચ, 2 વર્ષમાં તેની સામે આ 5 મોટા પડકાર

એમએસ ધોની અને રવિ શાસ્ત્રી
એમએસ ધોની અને રવિ શાસ્ત્રી
Ravi Shastri Team India Head Coach 5 Big Challenge
અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રી
અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયા સાથે આ ત્રીજી ટર્મ છે
રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયા સાથે આ ત્રીજી ટર્મ છે
Ravi Shastri Team India Head Coach 5 Big Challenge

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી સામે એમએસ ધોની અને યુવરાજને લઇ સ્ટેન્ડ નક્કી કરવાનો મોટો પડકાર

divyabhaskar.com

Jul 13, 2017, 09:50 AM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ફેવરિટ રવિ શાસ્ત્રી અંતે હેડ કોચ બની ગયા છે. જૂન, 2017માં અનિલ કુંબલેના રાજીનામા બાદથી શાસ્ત્રીને આ જોબ માટે ફેવરિટ ગણવામાં આવતા હતા. હવે કોચ બન્યા બાદ શાસ્ત્રી અને ખુદ વિરાટ કોહલી માટે કેટલીક મોટી ચેલેન્જ છે. ચેલેન્જ એટલા માટે પણ કારણ કે બન્ને સારા પરિણામ માટે એક બીજા સાથે કામ કરવા માંગતા હતા. એવામાં શાસ્ત્રીએ સૌથી પહેલા 2019ની વર્લ્ડકપની ટીમ વિશે વીચારવુ પડશે.
2019 WCની ટીમ તૈયાર કરવી, ધોની પર નિર્ણય
- રવિ શાસ્ત્રી 2019માં રમાનાર વન ડે વર્લ્ડકપ સુધી ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે. એવામાં તેની સામે સૌથી મોટો પડકાર આ ટૂર્નામેન્ટ માટે ટીમ તૈયાર કરવાનો હશે. જેની તૈયારી તેને અત્યારથી જ શરૂ કરવી પડશે. ટીમ એવી હોય જેમાં અનુભવની સાથે યુવા જોશ પણ હોય. એવામાં તેની ઉપર સૌથી વધુ પ્રેશર ટીમમાં બે સીનિયર ક્રિકેટર્સની ભૂમિકા (મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહ) નક્કી કરવાનું હશે.
- શાસ્ત્રીના કોચ બનવાથી ધોની મુશ્કેલ સ્થિતિમાં આવી શકે છે. ધોની-શાસ્ત્રી વચ્ચે સબંધ પહેલાથી ફ્રેન્ડલી નથી. 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ જ્યાં ત્યા હારવા લાગી હતી ત્યારે બન્ને વચ્ચે ટકરાવ ખુલીને સામે આવ્યો હતો. ત્યારે ધોનીએ એમ કહેવુ પડ્યુ હતું કે તે કેપ્ટન્સીમાં વિરાટની મદદ ઇચ્છે છે.
- મીડિયા રિપોર્ટ્સમાં ત્યારે એ વાત પણ સામે આવી હતી કે ટીમ બે ભાગમાં વેચાઇ ગઇ છે. કેટલાક ખેલાડી ધોનીના સપોર્ટમાં છે તો કેટલાક ટેસ્ટ કેપ્ટન બની ચુકેલા વિરાટની ફેવરમાં છે. 2016માં ટી-20 વર્લ્ડકપ બાદ જ્યારે શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો ત્યારે પણ ધોનીએ કહ્યું હતું કે માત્ર પદ ભરવા માટે કોઇને પણ કોચ બનાવવો બરાબર નથી. જ્યારે વિરાટે શાસ્ત્રીનું નામ લીધુ હતું.
- હવે જ્યારે ટીમ કોચ અને કેપ્ટનના હિસાબથી ચાલશે તો ધોનીએ પોતાની જગ્યા ટીમમાં બનાવી રાખવા માટે સારૂ પ્રદર્શન કરવુ પડશે. સતત ખરાબ પ્રદર્શનને કારણે તે પહેલાથી જ નિશાના પર છે. ધોની વેસ્ટ ઇન્ડીઝ સીરિઝમાં 5 મેચમાં 32ની એવરેજથી માત્ર 161 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મેચમાં પણ ધોની માત્ર 67 રન બનાવી શક્યો હતો. ધોનીને 2 મેચમાં બેટિંગની તક મળી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, હેડ કોચ રવિ શાસ્ત્રી સામે ક્યાં ચાર પડકાર હશે....
X
એમએસ ધોની અને રવિ શાસ્ત્રીએમએસ ધોની અને રવિ શાસ્ત્રી
Ravi Shastri Team India Head Coach 5 Big Challenge
અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રીઅનિલ કુંબલે અને રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયા સાથે આ ત્રીજી ટર્મ છેરવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયા સાથે આ ત્રીજી ટર્મ છે
Ravi Shastri Team India Head Coach 5 Big Challenge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી