તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાસ્ત્રીને કાબુમાં રાખવા દ્રવિડ અને ઝહીર ખાનની નિમણૂંક? આ કારણે થયા સવાલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલીની આક્રમક કાર્યશૈલીને કારણે ક્રિકેટ જગતમાં જાણીતા છે. ક્રિકેટ કોચની પસંદગીમાં પણ તેમના વિઝનની ઝલક જોવા મળી હતી. જ્યારે ગાંગુલીની પસંદ એવા વિરેન્દ્ર સેહવાગ ટીમના પૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રી સાથે કોચ પદની રેસમાં પાછળ રહી ગયો તો ગાંગુલીએ એવો દાંવ રમ્યો કે જેથી શાસ્ત્રી અને કોહલીને સંપૂર્ણ રીતે મનમાની કરવાની સહેજપણ તક ન મળે.
 
શાસ્ત્રી માટે સચિને સમજાવ્યો ગાંગુલીને, દાદાની માંગને કારણે ઝહીરની એન્ટ્રી

- શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેનો વિવાદ જગજાહેર છે. કુંબલેની કોચ તરીકે નિમણૂંક થયા બાદથી જ આ વિવાદ સામે આવ્યો હતો.
- શાસ્ત્રીએ તે સમયે ગાંગુલી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ગાંગુલી જાણી જોઈને તે સમયે ઈન્ટરવ્યૂમાં હાજર નહોતા રહ્યાં. જોકે ગાંગુલીએ પણ વળતો પ્રહાર કર્યો હતો.
- કુંબલેના રાજીનામા બાદ પણ શાસ્ત્રી-ગાંગુલીના મતભેદોને પગલે સેહવાગને જ કોચ પદ માટે પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યો હતો.
- એક અહેવાલ અનુસાર શાસ્ત્રીને કોચ પદ માટે અરજી કરવા માટે સચિને જ મનાવ્યો હતો. આ જ રીતે ગાંગુલીને પણ શાસ્ત્રી માટે રાજી કરવામાં સચિનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.
- સૂત્રો અનુસાર સચિને ગાંગુલીને કહ્યું હતું કે,‘ટીમની ઈચ્છા શાસ્ત્રીની છે તો તેને માન આપવું જોઈએ.’
- સૂત્રો અનુસાર, ગાંગુલીની ઝહીરને બોલિંગ કોચ બનાવવાની માગ પુરી કરવાની ખાતરી મળતા જ તેણે શાસ્ત્રીને કોચ બનાવવાની વાતને સમર્થન આપ્યું હતું.
 
એક્સપર્ટે ઉઠાવ્યા સવાલ, ઝહીર-દ્રવિડની હાજરીમાં શાસ્ત્રીની કેટલી ચાલશે?

- ઝહીર-દ્રવિડને ટીમ સાથે જોડવામાં આવતા પ્રશ્ન ઉઠે છે કે, આ બે દિગ્ગજોની હાજરીમાં શાસ્ત્રીની કેટલી ચાલશે.
- આ અંગે ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વિટર પર લખ્યું કે,‘વિદેશમાં દ્રવિડ બેટિંગ કન્સલ્ટન્ટ અને ઝહીર ખાન બોલિંગ કોચ રહેશે. એવામાં શાસ્ત્રી ફરી ટીમ ડિરેક્ટર જ બની રહી જશે?’
- એક અહેવાલ અનુસાર, ગાંગુલી શાસ્ત્રીની નિમણૂંકથી રાજી નહોતો અને તેથી દ્રવિડ-ઝહીર તરીકે બે નિયુક્તિ થકી શાસ્ત્રીનો ટીમ પરનો દબદબો ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- ગાંગુલીને ડર હતો કે, જો શાસ્ત્રીનો ટીમ પરનો દબદબો હદથી વધી જશે તો ફરી ચેપલ જેવો વિવાદ ન થાય. આ જ કારણે જ 2016માં રવિ શાસ્ત્રીની અવગણના કરી કુંબલેને કોચ બનાવવામાં આવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો)