તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rasool Mohit Get Maiden Call ups Kohli To Lead Gambhir Out Of Zimbabwe Tour 2013

ઝિમ્બાબ્વે પ્રવાસ: પૂજારાનો ટીમમાં સમાવેશ, ગંભીરની અવગણના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝિમ્બાબ્વે પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અનુભવી ઓપનર ગૌતમ ગંભીરને તક આપવામાં આવી નથી. આ ઉપરાંત ટીમની બહાર રહેલા અન્ય સીનિયર્સને પણ ટીમમાં તક આપવામાં નથી આવી.

જ્યારે નવા ચહેરામાં પરવેઝ રસૂલ અને મોહિત શર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈજાના કારણે વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની બહાર થયેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને વિરાટ કોહલીને ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 24 જૂલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પાંચ વનડે મેચની શ્રેણી રમાશે.

આગળ ક્લિક કરો અને જાણો, કોને મળી તક અને કોની થઈ હકાલપટ્ટી....અને શ્રેણીનો કાર્યક્રમ...