• Gujarati News
  • Ranji Trophy Will Be Playing In Gujarat Collage Ground

ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફી રમાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોલેજમાં આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડની તસવીર

બોર્ડની મુંબઇ ખાતે યોજાનારી બેઠકમાં મંજૂરી મળવાની આશા

અમદાવાદ: અમદાવાદનું સૌથી જૂનું ઐતિહાસિક ગુજરાત કોલેજનું ક્રિકેટ ગ્રાઉન્ડ ફરીથી શહેરના ક્રિકેટપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને આ ગ્રાઉન્ડ આગામી કેટલાક મહિ‌નામાં દેશની પ્રતિષ્ઠિ‌ત રણજી ટ્રોફીનું યજમાન બનશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને આ ગ્રાઉન્ડને વિકસાવવા અંદાજે ત્રણ કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જે પૂરો થતાં આ મેદાન ફરીથી ધમધમતું થાય એ માટે જીસીએએ રાષ્ટ્રીય સ્પર્ધાઓને શહેરની વચ્ચે યોજવાનું બીડું ઉપાડ્યું છે.

શહેરમાં હવે અગાઉની જેમ ફાર્મસી કે એમ. જી. સાયન્સના ક્રિકેટ ગ્રાઉન્ડ રહ્યા નથી જેના કારણે જીસીએ દ્વારા ગુજરાત કોલેજના ગ્રાઉન્ડનો વિકાસ કરીને તેના પર સ્થાનિક (મેજર, માઇનોર), બીસીસીઆઇની રણજી ટ્રોફી સહિ‌ત ફસ્ર્ટ ક્લાસ મેચો રમાડવાની યોજના ઘડી છે. જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે આ અંગેની માહિ‌તી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક ખેલાડીઓને પણ ઉચ્ચ સ્તરીય સગવડ ધરાવતા મેદાન પર રમવાનો ફાયદો મળે અને વધુ પ્રેક્ષકો સ્ટાર ક્રિકેટરોની રમતને માણી શકે તે હેતુથી રણજી ટ્રોફી રમાય તેવી અમે યોજના ઘડી છે.

મોટેરા સ્ટેડિયમ : અત્યાર સુધીમાં વિલ્સ તથા ચામ્ર્સ કપ, ચેલેન્જર ટ્રોફી, રણજી ટ્રોફી તથા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની એ-ટીમની મેચ સહિ‌ત પપ ફસ્ર્ટ ક્લાસ મેચોની યજમાની કરી ચૂક્યું છે.

સરદાર પટેલ સ્ટેડિયમ : શહેરની મધ્યમાં આવેલા આ સ્ટેડિયમે ભારતની સર્વપ્રથમ વન-ડેની યજમાની કરી હતી. ત્યારબાદ તેના પર દુલિપ ટ્રોફી, રણજી ટ્રોફી (ચાર દિવસીય તથા વન-ડે) સહિ‌ત વિવિધ ૨૬ ફસ્ર્ટ ક્લાસ મેચો રમાઇ છે.

જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે આ અંગે શું કહ્યું આ વાંચવા માટે આગળ ક્લિક કરો...