તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્રવિડ હોટલની રૂમમાં કરતો હતો પ્રેક્ટિસ, ઉંઘમાં ચાલવાની હતી ટેવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને તેના શાંત વ્યવહારે તેને એક મહાન ક્રિકેટર બનાવ્યો હતો. પિચ પર હંમેશા શાંત રહેનારા રાહુલ દ્રવિડ વિશે એક કાર્યક્રમમાં મોટો ખુલાસો થયો છે. એક વખત રાહુલ દ્રવિડને કારણે લોકોએ તેની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
રાહુલ દ્રવિડના રૂમમાંથી આવતો હતો અવાજ
- સ્ટેન્ડઅપ કોમેડિયન અને ક્રિકેટ હુમરીસ્ટ વિક્રમ સાઠ્યેના એક શોમાં તેને રાહુલ દ્રવિડ વિશે રસપ્રદ ખુલાસા થયા છે. સાઠ્યેએ દ્રવિડને પૂછ્યુ કે 'એક વખત તેની રૂમમાંથી જોર જોરથી અવાજ આવતો હતો, અને લોકોએ તેની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.'
- સાઠ્યેએ કહ્યું, 'દ્રવિડના રૂમમાંથી જોર જોરથી અવાજ આવી રહી હતી, જેને કારણે બીજા રૂમના લોકો હોટલ છોડીને જઇ રહ્યાં હતા.'
- રાહુલ દ્રવિડે આ સવાલના જવાબમાં કહ્યું, હું પોતાના રૂમમાં એકલો હતો એટલે હોટલના રૂમમાં જ બેટિંગની પ્રેક્ટિસ કરતો હતો.
ઉંઘમાં ચાલતો હતો દ્રવિડ
- સાઠ્યેએ એક અન્ય કિસ્સો જણાવતા દ્રવિડને પૂછ્યુ કે, 'તમારી પત્નીએ તમને ઉંઘમાં ચાલતા જોયા છે?
- દ્રવિડે આ મામલે જણાવ્યુ, 'ક્યારેક-ક્યારેક તમને ઉંઘવાનો સમય નથી મળતો અને જેને કારણે તમારી સાથે આવુ થયા કરે છે અને ખાસ કરીને તમે યુવા હો ત્યારે.'
- દ્રવિડે વધુમાં કહ્યું, 'હું આયના સામે ઉભો રહીને પ્રેક્ટિસ કરતો હતો અને ખુદને મહેસુસ કરતો હતો કે હું બોલરોને મારી રહ્યો છું, જેનાથી મને એક અલગ રીતની ખુશી મળતી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સબંધિત વધુ તસવીર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો