નવી દિલ્હી: વિજેન્દર સિંહ અને ઓસ્ટ્રેલિયાના કેરી હોપ વચ્ચે શનિવારે દિલ્હીમાં એક હાઇપ્રોફાઇલ ફાઇટ યોજાઇ હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં સેલિબ્રિટી હાજર રહ્યાં હતા. આ ફાઇટને જોવા માટે બોલિવુડ સ્ટાર્સથી લઇને ક્રિકેટર્સ અને રાજકારણી હાજર રહ્યાં હતા. વિજેન્દરે પર્સનલી આ તમામને ઇનવાઇટ કર્યા હતા.
રાહુલના આવતા જ સ્ટેડિયમમાં લાગ્યા મોદી-મોદીના નારા
- ફાઇટ જોવા માટે જ્યારે રાહુલ ગાંધી સ્ટેડિયમ પહોચ્યો ત્યારે સ્ટેડિયમમાં અનોખો નજારો જોવા મળ્યો હતો.
- રાહુલ ગાંધીના આવતા જ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
- જોકે આ રીતના વેલકમ બાદ પણ રાહુલ નોર્મલ રહ્યો અને તેને કોઇ નારાજગી બતાવી નહોતી.
- બીજી તરફ કેન્દ્રીય કૃષી રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન મુકાબલાને જોવા આવ્યા તો હતા પરંતુ કોઇ વાતથી નારાજ થઇને પરત જતા રહ્યાં હતા.
કોણ કોણ પહોચ્યુ ફાઇટ જોવા
- રાહુલ સિવાય એમસી મૈરીકોમ આ ફાઇટને જોવા સ્ટેડિયમમાં પહોચી હતી.
- સુરેશ રૈના, યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સહેવાગ પણ સ્ટેડિયમમાં પહોચીને વિજેન્દરને ચીઅર કર્યો હતો.
- કેન્દ્રીય રમત મંત્રી વિજય ગોયલ સિવાય ભાજપના નેતા શાહનવાઝ હુસેન અને કોગ્રેસ નેતા રાજીવ શુકલા પણ સ્ટેડિયમમાં પહોચ્યા હતા.
- બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા અને અભિનેત્રી નેહા ધૂપિયા પણ વિજેન્દરને ચીઅર કરવા પહોચી હતી.
- એમટીવી રોડીઝથી ફેમસ થયેલા રણવિજય અને રોની સાથે તેની આખી ટીમ પણ આ ફાઇટને જોવા માટે સ્ટેડિયમમાં પહોચી હતી.
જેની આશા હતી તે ન આવ્યા
- વિજેન્દરસિંહે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તેમને ફાઇટ જોવા માટે બોલાવ્યા હતા જો કે તે નહોતા આવ્યા.
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે પણ આ ફાઇટને જોવા સ્ટેડિયમમાં આવવાની વાત કહી હતી પરંતુ તે પણ નહોતા આવ્યા.
- ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની પણ આ ફાઇટ જોવા નહોતી આવી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વિજેન્દરની ફાઇટ જોવા પહોચેલા સેલિબ્રિટીની તસવીરો...