તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રો-કબડ્ડીની ગુજરાતની ટીમની જર્સી લોન્ચ, ગીતા ફોગાટ રહી હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: 28 જુલાઇથી પ્રો-કબડ્ડીની પાંચમી સીઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સીઝનમાં 4 નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી એક ગુજરાતની પણ ટીમ છે. ગુજરાત ફોર્ચ્યુન  જાયન્ટ્સની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. આ દરમિયાન રેસલર ગીતા ફોગાટે હાજરી આપી હતી. અમદાવાદમાં 11 ઓગસ્ટથી પ્રો-કબડ્ડીની મેચ રમાશે. 
 
જર્સીમાં ધબકશે ગુજરાતનો ધબકાર
 
- ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની જર્સીને ડીડીબી મુદ્રા,વેસ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
-આ જર્સીમાં ખેલાડીઓની તાકાત અને શક્તિ દર્શાવતો લોગો છે. જેને ટી શર્ટના એક કોર્નરમાં અને બાંય ઉપર મુકવામાં આવ્યો છે.
- આ જર્સીમાં જે રંગની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યનો ધબકાર અને ગામઠી જુસ્સો વ્યક્ત કરાયો છે.
 
જાણો કોણે શું કહ્યું
 
- અદાણી વિલ્મર લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું કે, આ એક ગૌરવની ક્ષણ છે, અમારૂ સ્વપ્ન સાકાર થવાની નજીકમાં છે.
-જ્યારે રેસલર ગીતા ફોગાટે કહ્યું કે, કબડ્ડી જેવી રમતને પાછળ રાખવાને બદલે તેની લાયકાત મુજબ જે દરજ્જો પ્રાપ્ત થયો છે તે ઉત્સાહજનક બાબત છે.આ દરમિયાન રેસલર ગીતા ફોગટે આખી ટીમને શુભકામના આપી હતી કે ટીમ ચેમ્પિયન બને.
- અદાણી વિલ્મરના ચિફ ઓપરેટિંગ ઓફિસર અંશુ મલિકે જણાવ્યું કે, પ્રો કબડ્ડી લીગએ રમતનું ફ્રેન્ચાઇઝી આધારિત પ્રોફેશલ મેનેજમેન્ટ છે. ખેલાડીઓ દ્વારા જે આકરી શિસ્ત પાળવામાં આવે છે તેનાથી શરીરને જે રીતે કેળવવામાં આવે છએ તેનાથી અમે પ્રભાવિત થયા છીએ"
- કેપ્ટન સુકેશ હેગડેએ જણાવ્યું કે, અમે સામેની ટીમના ખેલાડીઓ ઉપર આક્રમણ માટે સજ્જ બન્યા છીએ. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ એક દમદાર ટીમ છે હું પ્રથમ વખત કેપ્ટન્સી કરી રહ્યો છું અને આ ટીમ દમદાર છે તે બતાવવાનો સમય પાકી ગયો છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...