પ્રેક્ટિસ મેચ: યાદવ-પવારની સદી, મુંબઇએ લીડ મેળવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ઓપનર કૌસ્તુભ પવાર (100) તથા મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની (103) શાનદાર સદીની મદદથી રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઇની ટીમે અહીં રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે મહત્વપૂર્ણ સરસાઇ મેળવી લીધી હતી. ન્યૂઝીલેન્ડના સાત વિકેટે 324 રનના જવાબમાં મુંબઇએ બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે પાંચ વિકેટે 431 રન કરી લીધા હતા. તે સમયે સુકાની આદિત્ય તારે 53 રન તથા લાડ 86 રન કરીને રમતમાં હતા. રોહિત શર્મા નિષ્ફળ રહ્યો હતો તેણે 18 રન નોંધાવ્યા હતા.

-મુંબઇ 5/431, સૂર્યકુમાર 103, પવાર 100

મુંબઇની ટીમે ન્યૂઝીલેન્ડ સામે 107 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે અને તેની પાંચ વિકેટ હજી બાકી છે. અગાઉ મેચના બીજા દિવસે મુંબઇએ એક વિકેટે 29 રનથી અાગળ રમવાનું શરૂ કર્યું હતું. અરમાન જાફરે 69 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ તથા પવાર વચ્ચે ચોથી વિકેટ માટે 155 રનની ભાગીદારી નોંધાઇ હતી. જેમાં યાદવે 86 બોલમાં નવ બાઉન્ડ્રી તથા આઠ સિક્સરની મદદથી ઝંઝાવાતી 103 રન કર્યા હતા. રિટાયર્ડ આઉટ થતાં પહેલા પવારે 228 બોલમાં 100 રન કર્યા હતા.

ભારત-એની વળતી લડત

બ્રિસબેન: અખિલ (82*) અને સેમસન(34*)ની ઇનિંગ્સ વડે ભારતની-એ ટીમે ઓસ્ટ્રેલિયા એ સામે બિનસત્તાવાર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 4 વિકેટે 158 રન બનાવ્યાં હતાં. ભારત ઓસ્ટ્રેલિયા-એ કરતાં હજી 108 રન પાછળ છે. ઓસી.એ ટીમે 435 રન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...