સ્પોટ ફિક્સિંગમાં ક્રિકેટરોની કોઇ ભૂમિકા નથી : રૈના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાગપત (ઉત્તર પ્રદેશ): ભારતીય ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ ક્રિકેટરોના બચાવમાં આગળ આવીને જણાવ્યું હતું કે ક્રિકેટ જગતને હચમચાવી નાખનાર સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં ખેલાડીઓની કોઇ ભૂમિકા નથી. આ પ્રકરણમાં કોઇ ખેલાડી સંડોવાયેલો નથી તેથી આવા પ્રકારના આક્ષેપોની ખેલાડીઓ પર કોઇ અસર પડશે નહીં. નોંધનીય છે કે બામનૌલીની પુત્રી પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા બાદ રૈના સોમવારે પ્રથમ વખત પોતાના સાસરે પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાની પત્ની સાથે ભગવાન શિવની આરાધના કરી હતી. રૈનાને જોવા ભારે ભીડ જામી હતી.
અન્ય સમાચારો પણ છે...