હ્યુજીસે કરી એક ભૂલ...તો ના થયો હોત આટલો ગંભીર ઈજાગ્રસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હેલ્મેટની પ્રતિકાત્મક તસવીર. પીળી લાઇન સુધી જુના મોડલની ડિઝાઈન હતી.)
સિડની : હ્યુજીસની ગંભીર ઈજા પાછળ નવો ખુલાસો થયો છો. હેલ્મેટ બનાવતી ઇંગ્લેન્ડની કંપની ‘મસૌરી’ના પ્રવક્તાના મતે જો હ્યુજીસે રમતી વખતે અમારી કંપનીનું લેટેસ્ટ હેલ્મેટ પહેર્યું હોત તો તેને આટલી ગંભીર ઈજા પહોંચી ન હોત. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત શેફિલ્ડ શિલ્ડ ટ્રોફીની મેચ દરમિયાન અનુભવી બેટ્સમેન ફિલ હ્યુજીસને માથામાં બાઉન્સર વાગતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ફિલ હ્યુજીસની હાલત હજુ પણ ગંભીર છે અને તે જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યો છે. સર્જરી બાદ તેને સિડનીની સ્ટેટ વિન્સલેટ હોસ્પિટલમાં આઈસીયુ કેરમાં રાખવામાં આવ્યો છે. હાલમાં તે કોમામાં છે. હ્યુજીસને ઓસ્ટ્રેલિયાના જ ફાસ્ટ બોલર શેન એબોટ્ટનો બાઉન્સર બોલ વાગ્યો હતો.
ઓગસ્ટમા લેટેસ્ટ હેલ્મેટ બહાર પાડ્યું
હેલ્મેટ બનાવતી કંપની ‘મસૌરી’ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘‘ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હ્યુજીસને બોલ વાગ્યો તે ઘટનાનો અમે વીડિયો જોયો છે. આ મેચમાં હ્યુજીસે જુના હેલ્મેટનો ઉપયોગ કર્યો હતો. હ્યુજીસને જુનુ હેલ્મેટ નવ પહેરવા ચેતવણી પણ આપી હતી પણ તેને નવા હેલ્મેટનો ઉપયોગ કર્યો ન હતો. અમે ઓગસ્ટમા લેટેસ્ટ હેલ્મેટ બહાર પાડ્યું છે, જે બેટ્સમેનો માટે ઘણું સુરક્ષિત છે. નવા મોડલમાં ગરદન પાછળનો ભાગ થોડો મોટો કર્યો છે જેથી બોલ ત્યાં વાગે નહી. હ્યુજીસે નવુ હેલ્મેટ હોત તો બોલ હેલ્મેટને ભટકાયો હોત.’’
હ્યુજીસની તબિયત સ્થિર
હ્યુજીસની હાલત વિશે આજે ડોક્ટરની ટીમને વડા પિટર બ્રુકનેરે માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતું કે ફિલની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. તેની હાલત હજી પણ નાજુક છે. આ અંગે બીજી કોઈ માહિતી હશે તો અમે તમને તાત્કાલિક જાણ કરીશું.
આ પણ વાંચોઃ

હ્યુજીસ જ નહી, લારા-ડી વિલિયર્સ પણ બન્યા છે કાતિલ બોલિંગનો ભોગ

આગળ વાંચોઃ હેલ્મેટનો ઉતિહાસ તેમજ બોલ વાગવાને કારણે આ ક્રિકેટરોએ ગુમાવ્યા જીવ