RIP હ્યુજીસ : ક્લાર્ક ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો, ચાર ખેલાડીઓએ રમવાની ના પાડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માઇકલ ક્લાર્ક રડી પડ્યો હતો.)
મેલબોર્ન :ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ ક્રિકેટર ફિલિપ હ્યુજીસના આકસ્મિક નિધનના કારણે પાછી ઠેલવી છે. આ ટેસ્ટ 4 ડિસેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાવાની હતી. ફિલિપ હ્યુજીસના આકસ્મિક નિધનના કારણે પ્રથમ ટેસ્ટ રદ કરવા ઉપર ઘણી ચર્ચા થઈ હતી. બીસીસીઆઈ મુશ્કેલની ઘડીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે છે અને દરેક નિર્ણય સ્વિકારવા તૈયાર છે. બીજી તરફ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શોક સભા દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન માઇકલ ક્લાર્ક ઘણી વખત રડી પડ્યો હતો
‘ધ ઓસ્ટ્રેલિયન’ અખબારમાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના સિનિયર પ્લેયરો શેન વોટ્સન, ડેવિડ વોર્નર, બ્રેડ હેડિન અને અન્ય એક ક્રિકેટરે પ્રથમ ટેસ્ટ રમવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે અમારી માનસિક સ્થિતિ હાલ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા તૈયાર નથી.
ફિલિપ હ્યુજીસ મૂળ મિડ-નોર્થ કોસ્ટ સ્થિત મૈકવિલનો રહેવાસી હતો. તેને અંતિમ વિદાય તેના હોમટાઉનમાં આપવામાં આવશે. હ્યુજીસના અંતિમ સંસ્કાર 3 ડિસેમ્બરને બુધવારના રોજ થશે. ટીમના સિનિયર ખેલાડીઓ હ્યુજીસની અંતિમ યાત્રામાં સામેલ થવા માંગતા જેથી ટેસ્ટ પાછી ઠેલવાઈ છે.

ક્યારે રમાઈ શકે છે બ્રિસબેન ટેસ્ટ?
રિપોર્ટ પ્રમાણે બ્રિસબેન ટેસ્ટને બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના સમયગાળામાં રમાડી શકે છે. બીજી ટેસ્ટ 12 ડિસેમ્બર એડિલેડ અને ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમા રમાશે. આ ટેસ્ટ વચ્ચે જે 10 દિવસનો ગાળો છે તેમાં બ્રિસબેન ટેસ્ટ રમાઈ શકે છે.

રમવાની સ્થિતિમાં નથી ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયાના ટીમના બધા સભ્યોએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શોક સભાનું આયોજન કર્યું હતું. જ્યાં કેપ્ટન માઇકલ ક્લાર્કે બધાને સંબોધન કર્યું હતું. ક્લાર્કે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘‘ હ્યુજીસની ઘટના સમયે ટેસ્ટ ખેલાડી ડેવિડ વોર્નર, શેન વોટ્સન, બ્રેડ હેડિન અને નાથન લિયોન મેદાન ઉપર હાજર હતા. તે મેદાનથી લઈને હોસ્પિટલ સુધી હ્યુજીસ સાથે હતા. આ ઘટનાથી તેઓ હતપ્રથ થઈ ગયા છે અને તેઓ ક્રિકેટ રમવાની સ્થિતિમાં નથી. તેમને માનસિક રીતે મજબૂત થવા થોડો સમય જોઈએ છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન માઇકલ ક્લાર્ક ઘણી વખત રડી પડ્યો હતો અને વારે ઘડીએ ટિશ્યૂ પેપરથી આંસુ લુસી રહ્યો હતો. ’’
આગળ ક્લિક કરો અને જુઓ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડી પડેલ ક્લાર્કની અને હ્યુજીસને અપાય રહેલી શ્રદ્ધાંજલિની તસવીરો...