પટૌડીની સ્મૃતિમાં સુનિલ ગાવસ્કર લેકચર આપશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભૂતપૂર્વ ભારતીય સુકાની મન્સુર અલી ખાન પટૌડીની સ્મૃતિમાં એક વાર્ષિક લેકચર યોજવાની યોજના બનાવી છે. ૨૦ ફેબ્રુઆરીએ ચેÌાઈમાં ભૂતપૂર્વ બેટસમેન સુનિલ ગાવસ્કર આપશે. તે તાજ કોરોમંડલમાં વ્યાખ્યાન આપશે. દર વર્ષે આયોજિત થનારા આ કાર્યક્રમમાં ખ્યાતનામ વકતાઓને ક્રિકેટ પર પોતાના વિચારો રજુ કરવા જણાવાશે. બીસીસીઆઈના સચિવ સંજય જગદાલેએ કહ્યું કે પટૌડીએ ક્રિકેટને દેશની સૌથી લોકપ્રિય રમત બનાવવાની આધારશિલા મૂકી હતી.