તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્થિવ પટેલના હાથમાંથી છુટ્યુ બેટ, કોચ કુંબલે પણ હસી પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલના હાથમાં બેટ છુટી ગયુ હતું. આ દરમિયાન પેવેલિયનમાં બેઠેલ કોચ કુંબલે સહિત સાથી ખેલાડી હસી પડ્યા હતા.
પાર્થિવ પટેલના હાથમાંથી છુટ્યુ બેટ
- મેચની 21મી ઓવર બેન સ્ટોક્સ નાખી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલને પાર્થિવ પટેલ રમી રહ્યો હતો.
- જે બોલ પાર્થિવ પટેલના હાથમાં લાગતા તેનું બેટ છુટી ગયું હતું, આ દરમિયાન સામે છેડે રહેલ ચેતેશ્વર પૂજારા દોડીને અડધી પીચ સુધી આવી ગયો હતો.
- જો કે પાર્થિવ પટેલ બેટ લેવા નીચે નમ્યો હતો અને પૂજારાએ પાસે જઇ કોલ આપતા તેને તુરંત પોતાનો રન પૂરો કરી લીધો હતો.
- આ જોઇ પેવેલિયનમાં બેઠેલ કોચ અનિલ કુંબલે સહિતના ખેલાડી હસી પડ્યા હતા.
- 8 વર્ષ બાદ વાપસી કરી રહેલા પાર્થિવ પટેલે 85 બોલનો સામનો કરતા 42 રન બનાવ્યા હતા.
- મહત્વપૂર્ણ છે કે પાર્થિવે 2008માં શ્રીલંકા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તે પ્રથમ ઇનિંગમાં 13 અને બીજી ઇનિંગમાં 1 રન જ બનાવી શક્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...