• Gujarati News
  • Parthiv Patel And RP Singh Enjoying Vacation With Families

PHOTOS: IPLમાંથી નવરા પડ્યા પછી ક્રિકેટરો પરિવાર સાથે ફરવા ઉપડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આઇપીએલ સીઝન-8 પૂર્ણ થયા બાદ ક્રિકેટરો ફરવા માટે નીકળી પડ્યા છે. સૌ પ્રથમ સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકા ચૌધરી હનીમૂન મનાવવા માટે પેરિસ પહોચ્યા હતા. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર આરપી સિંહ તેના પરિવાર સાથે ઇટાલી તેમજ વેનીસના પ્રવાસે ઉપડી ગયો છે. જ્યારે ગુજરાતી ક્રિકેટર અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર વીકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ પત્ની અને બાળકો સાથે ઇટાલી ગયો છે. દરમિયાન આરપી સિંહ અને પાર્થિવ પટેલના પરિવારજનોએ સાથે સેલ્ફી ખેચાવી હતી. તેમજ અજિંક્ય રહાણે પણ ગોવાના પ્રવાસે ઉપડી ગયો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત વધુ તસવીરો...