તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બની દીપા, અપાવ્યું પ્રથમ સિલ્વર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીઓ ડે જનેયરોઃ 46 વર્ષની દીપા મલિક પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનારી પ્રથમ મહિલા પેરા એથલેટ બની ગઈ છે. તેણે બ્રાઝિલના રિયોમાં ચાલી રહેલા પેરાલિમ્પિકમાં સોમવારે વુમન કેટેગરીમાં શોટપુટ ઈવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક મેડલમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેડલ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટીલના બૉલ અંદર ફીટ કરવામાં આવ્યા છે.
શું કામ કરે છે આ સ્ટીલ બૉલ્સ?
પેરાલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે મેડલમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિઓ ઓર્ગેનાઇઝીંગ કમિટિએ તેની જાહેરાત કરી હતી. કુલ 2642 મેડલ (877 ગોલ્ડ, 876 સિલ્વર અને 889 બ્રોન્ઝ)માં અંદર એક ખાસ યંત્ર ફિટ કરવામાં આવ્યું છે. તેમાં નાના સ્ટીલના દડા છે. તેથી આ મેડલને જ્યારે હલાવવામાં આવે ત્યારે મધુર અવાજ નીકળે છે. ઉદ્દેશ્ય એ છે કે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ તે મેડલનો અહેસાસ મેળવી શકે. બ્રોન્ઝ મેડલમાં 16 સ્ટીલ બોલ છે, જે સૌથી ઓછો અવાજ કાઢે છે. સિલ્વરમાં 20 જ્યારે ગોલ્ડમાં 28 સ્ટીલ બોલ ફીટ કરાયા છે જેમાંથી સૌથી વધુ અવાજ નીકળે છે. બ્રેલ લીપીમાં દરેક મેડલ પર રિયો 2016 પેરાલિમ્પિક ગેમ્સ લખેલું છે.
કોણ છે દીપા

- દીપાએ શોટ પુટ(એફ-53)માં 4.641મી. થ્રો સાથે મેડલ તેના નામે કર્યું છે. એફ-53 કેટેગરીમાં તે ખેલાડી ભાગ લે છે જેની થ્રોઈંગ આર્મમાં પૂરી શક્તિ હોય છે. પણ આંગળીઓમાં નબળાઈ હોય છે. કમરનો નીચેનો ભાગ પણ નબળો હોય છે.
- 30 સપ્ટેમ્બર 1970ના રોજ હરિયાણાના સોનિપતમાં જન્મેલી દીપા મલિકને 17 વર્ષ પહેલા 29ની ઉંમરે લકવો મારી ગયો હતો. તેની કમરનો નીચેનો ભાગ આખો પેરેલાઈઝ્ડ છે. આ બીમારીની શરૂઆતમાં પહેલા તેના પગમાં નબળાઈની ફરિયાદ આવી હતી. બાદમાં જાણ થઈ કે તેના સ્પાઈનલ કોર્ડમાં ટ્યૂમર છે.
- ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ 1999માં બીજી મુશ્કેલીનો અહેસાસ થયા બાદ તેનું બીજું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ ત્રીજી સર્જરી થઈ અને તેનું સ્પાઈનલ કોર્ડસ ડેમેજ થઈ ગયું હતું.
- 14 વર્ષના ગાળામાં શોલ્ડર બ્લેડ્ઝની વચ્ચે 183 ટાંકા લગાવી ચૂકી છે. તે ત્રણ વખત સ્પાઇનલ ટ્યૂમર સર્જરી પણ કરાવી ચૂકી છે.
- હવે તે વ્હીલ ચેરના સહારે જીવન પસાર કરી રહી છે. પરંતુ શોટપુટની સારી એથલેટ છે.
ચાર વખત લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં નામ

- સ્પોર્ટ્સમાં સારા પરફોર્મન્સના કારણે દીપાનું નામ અત્યાર સુધી ચાર વખત લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં આવી ચૂક્યું છે. પહેલીવાર તેનું નામ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં ત્યારે આવ્યું હતું જ્યારે તેણે યમુના નદીના વહેણની ઊંધી દિશમાં એક કિલોમીટરનું અંતર તરીને કાપ્યું હતું
- 58 કિમી સુધી ખાસ રીતે બાઈક રાઈડિંગ કરવા, પેન ઈન્ડિયા ડ્રાઈવિંગના 3278 કિમીની મુસાફરી અને લદ્દાખમાં સૌથી ઊંચા રોડ પર ડ્રાઈવિંગ કરીને પહોંચતા પણ તેનું નામ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં આવ્યું હતું.
દીપાની જર્ની

- દીપાએ અત્યાર સુધી 54 નેશનલ ગોલ્ડ અને 13 ઈન્ટરનેશનલ મેડલ્સ જીત્યા છે.
- ભાલાફેંક, સ્વિમિંગ, શોટ પુટ જેવી રમતોમાં કમાલનું પરફોર્મન્સ આપ્યું છે.
- લકવાગ્રસ્ત થયા બાદ દીપાએ હિમાલયન રેલીમાં પણ ભાગ લીધો હતો અને તેણે 8 દિવસ 1700 કિલોમીટર દૂર માઇનસ ડિગ્રી તાપમાનમાં પસાર કર્યા હતા.
- ઓક્સિજનની ઉણપ હોવા છતાં દીપાએ હિમાલય, લેહ, જમ્મૂ તથા શિમલાની પર્વતમાળા વચ્ચે સફર કરી હતી.
- દીપા 2014ની એશિયન પેરાલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે. દીપા માત્ર શોટપુટ નહીં, ઇન્ટરનેશનલ સ્વિમર તથા હિમાલયન બાઇકર પણ છે.
48 વર્ષમાં પ્રથમ વખત ભારતીય મહિલાને પેરાલિમ્પિક
48 વર્ષમાં પહેલીવાર આ રમતોમાં કોઈ ભારતીય મહિલાને મેડલ મળ્યું છે. 1960માં શરૂ થયેલા પેરાલિમ્પિકમાં ભારતે પહેલીવાર 1968માં ભાગ લીધો હતો. દીપાને તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ અર્જુન એવોર્ડથી સન્માનિત કરી હતી. ભારતને અત્યાર સુધી રિયો પેરાલિમ્પિકમાં એક ગોલ્ડ, એખ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યું છે. દીપા પહેલા હાઈ જમ્પમાં મરિયપ્પન થંગાવેલુએ ગોલ્ડ અને વરુણ સિંહ ભાટીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
દીપા મલિકના માતા-પિતાની પ્રતિક્રિયા જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો