તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામ્બા ડાન્સ સાથે પેરાલિમ્પિકનો પ્રારંભ, 4,432 એથ્લેટ્સ 22 કેટેગરીમાં ભાગ લેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો : ઓલિમ્પિક ગેમ્સના સમાપન બાદ ગુરુવારથી બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2016 પેરાલિમ્પિક ગેમ્સનો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. મારાકાના સ્ટેડિયમ ખાતે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં સામ્બા ડાન્સથી તમામ મુગ્ધ થયા હતા. બ્રાઝિલિયન પેરાલિમ્પિક સ્વિમર ડેનિયલ ડાયસે બ્રાઝિલની ટૂકડીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાઝિલની રાજનીતિમાં છવાયેલા તનાવની પણ અસર જોવા મળી હતી.

બેઇજિંગ,લંડનના પેરાએથ્લેટ્સનો રિયોએ રેકોર્ડ તોડી નાખ્યો

સ્ટેડિયમની બહાર હજારો લોકોની ભીડે ડિલ્મા રોસેફના બરતરફ થયા બાદ રાષ્ટ્રપતિ બનેલા મિચેલ ટેમરની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. 11 દિવસ સુધી યોજાનારી આ રમતોમાં દૃષ્ટિહીન, આંશિક રીતે પેરાલિસિસનો શિકાર તથા અન્ય રીતે વિકલાંગતાથી ગ્રસ્ત ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. બ્રાઝિલમાં હાલમાં નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઇ હોવા છતાં પેરાલિમ્પિકની ચમક ફીકી પડશે નહીં. 1972થી 1988 સુધીની પાંચ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર બ્રિટિશ વ્હિલચેર એથ્લેટ ફિલિપ ક્રેવાનની વિડીયો સાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
એથ્લેટ્સની પરેડ

બ્રાઝિલિયન સંગીતકાર જોઓ કાર્લોસ માર્ટિને સિંગલ પિયાનો પર સંગીત પર બ્રાઝિલિયન એન્થમ વગાડ્યા બાદ 164 દેશના પ્રતિનિધિઓએ સ્ટેડિયમની અંદર આગમન કર્યુું હતું. 22 કેટેગરીમાં રેફ્યુઝી એથ્લેટ્સ સહિત 159 દેશના 4, 432 એથ્લેટ્સ ભાગ લેશે. 2012ની લંડન પેરાલિમ્પિક કરતાં આ વખતે બે સ્પર્ધા ટ્રાઇથ્લોન તથા કેનોઇંગ વધારે છે.

સામ્બા સંગીન આકર્ષણ

અમેરિકન વ્હિલચેર એથ્લેટ એરોન વ્લિઝના સ્ટીપ રેમ્પ ઉપરથી કરેલા દિલધડક જમ્પ બાદ સંગીતે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. સામ્બા, ટ્રોપિકલ તથા બોસા નોવા સંગીત પર સ્થાનિક કલાકારોએ રંગીન પહેરવેશ, લાઇટ્સ તથા સાઉન્ડની વચ્ચે ઓપનિંગ સેરેમનીને વધુ રોમાંચક બનાવી દીધી હતી.

ડોપ ટેસ્ટ લેવાયાં

રિયો પેરાલિમ્પિકમાં આ વખતે વિક્રમી 1,500 એથ્લેટસના ડોપ ટેસ્ટ લેવામાં આ‌વ્યા છે. ડોપિંગમાં પ્રતિબંધના કારણે રશિયન એથ્લેટ્સ આ વખતે ભાગ લઇ શકશે નહીં.
વિમેન્સ એથ્લેટ્સ વધ્યા

ચાર વર્ષ પહેલાં લંડન ખાતેની પેરાગેમ્સ કરતાં આ વખતે રિયો પેરાલિમ્પિકમાં 12 ટકા વિમેન્સ એથ્લેટ્સનો વધારો થયો છે. રિયોમાં વિક્રમી 1,621 મહિલા એથ્લેટ્સ ભાગ લઇ રહી છે. આ સંખ્યા 20 વર્ષ પહેલાં એટલાન્ટા ખાતે યોજાયેલી પેરાલિમ્પિક કરતાં લગભગ બેવડી છે. લંડનમાં 4,302 તથા 2008ની બેઇજિંગ પેરાગેમ્સમાં 3,951 મહિલા એથ્લેટ્સે ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો