તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ડ જીતનાર મરિયપ્પનનો 5 વર્ષની ઉંમરે પગ કચડાયો’તો, વરુણ પોલિયોગ્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજન્સી : દિવ્યાંગોના ઓલિમ્પિકમાં ભારતે શુક્રવાર રાતે ગોલ્ડ અને બ્રોન્ઝ જીત્યો. 32 વર્ષ પછી દેશને એકજ ઇવેન્ટમાં બે મેડલ મળ્યા છે. 20 વર્ષના મરિયપ્પન થાંગાવેલુએ ગોલ્ડ જ્યારે 21 વર્ષના વરુણ ભાટીએ બ્રોન્ઝ જીત્યો હતો. આ બંન્ને વિજેતાની કથની પ્રેરક છે. તમિલનાડુના સાલેમમાં જન્મેલા મરિયપ્પન થાંગાવેલૂ જન્મથી દિવ્યાંગ નહોતા. પાંચ વર્ષની ઉંમરે સ્કૂલ જતા સમયે બસ દ્વારા તેમના બંન્ને પગ કચડાઇ ગયા હતા. 17 વર્ષ સુધી કાયદાકીય લડાઇ લડ્યા પછી પરિવારને 2 લાખનું વળતર મળ્યું. અત્યારે પણ ટ્રેનિંગના સમયે મરિયપ્પનના પગમાંથી લોહી નિકળવા લાગે છે. બાળપણમાં પિતાએ પરિવારને છોડી દિધો હતો. કોઇ પણ પરિવાર મકાન ભાડે આપવા ઇચ્છતુ નહોતુ.

ગોલ્ડ જીતનારો મરિયપ્પન 5 વર્ષનો હતો ત્યારે બસ નીચે પગ કચડાઇ ગયો હતો

ઘર ચલાવવા માટે માતા સરોજા ઇટ ઉપાડવાનું કામ કરતી. પરંતુ છાતીમા દર્દના કારણે તેમણે આ કામ છોડ્યુ. તે પછી 500 રૂપિયાનું ઉધાર લઇને શાકભાજી વેચવાનું શરૂ કર્યું. સારવાર માટે ત્રણ લાખ રૂપિયાની લોન લીધી જે આજ સુધી ચૂકવી શકી નથી. મરિયપ્પન 14 વર્ષની ઉંમરે સ્કૂલ ટૂર્નામેન્ટમાં હાઇ જમ્પમાં(સામાન્ય વર્ગ) સિલ્વર જીતીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પરંતુ કોચ સત્યનારાયણની સલાહ પછી તે હાઇ જમ્પમાં આવી ગયા.

તમિલનાડુ સરકાર 2 કરોડ આપશે

પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતવા પર તમિલનાડુ સરકારે મરિયપ્પનને બે કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય રમત મંત્રાલય તેમને 75 લાખ રૂપિયા આપશે.

વરુણને બાસ્કેટબોલ રમતા રોક્યા હતા

ગ્રેટર નોએડાનો વરુણ પોલિયો ગ્રસ્ત છે. તે પહેલા બાસ્કેટબોલ રમતા હતા. પરંતુ દિવ્યાંગ હોવાથી બાસ્કેટબોલ રમતા રોકવામાં આવ્યા હતા.વારંવાર રમતા રોકી દેવાના કારણે તેમણે હાઇ જમ્પ તરફ વળ્યા. તે બેંગ્લોરમાં કોચ સત્યનારાયણ પાસે ટ્રેનિંગ મેળવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો