આ પેરાઓલિમ્પિયનની ટ્રેનિંગ પાછળ મહિને થાય છે 2.5 લાખનો ખર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદઃ લંડન ખાતે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2017માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુંદરસિંઘ ગુર્જરે તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી. એક નાનકડા ગામમાંથી આવતા સુંદરે માત્ર 13-14 વર્ષની વયે જ પોતાના કરિઅરનો પ્રારંભ કર્યો હતો. આર્થિક અને શારીરિક સંકટનો સામનો કરવા છતાં સુંદર હિમંત ન હારી અને નેશનલ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ્સ મેળવ્યા.
 
મહિને 2.5 લાખનો થાય છે ખર્ચ, સરકારનો સાથ પણ ખાનગી ક્ષેત્ર દુર

- સુંદર જેવા પેરા ખેલાડીઓને સોશિયલ મીડિયા પર મળેલી પ્રશંસા અને નામના ફિલ્ડ પર પણ જોવા મળે છે.
- રાજસ્થાનમાં સુંદરના કરિઅરને જોયા બાદ 350થી 1250 જેટલા ખેલાડીઓ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા થયા હતા.
- સુંદરના કોચ મહાવીર પ્રસાદ સૈનીએ જણાવ્યું કે, સુંદર માટે આગામી લક્ષ્યાંક જકાર્તામાં થનારી એશિયન ગેમ્સ છે. જેમાં ભારત માટે ઓછામાં ઓછા 2 ગોલ્ડ લાવવાનો પ્રયાસ રહેશે.
- મહાવીર સૈનીએ જણાવ્યું કે,‘સુંદરની ટ્રેનિંગ પાછળ મહિન 2.5 લાખ જેટલો ખર્ચ આવે છે, જેવેલીન 2 લાખની આવે છે. આર્થિક મામલે સરકારનો સપોર્ટ મળી રહ્યો છે, જોકે અન્ય રમતોની જેમ પ્રાઈવેટ સેક્ટર પેરા ખેલાડીઓ પ્રત્યે નહિવત ધ્યાન આપે છે.’
- સુંદરના કરિઅરને જોતા ગુજરાતમાંથી ઘણી ખાનગી કંપનીઓએ મદદનું આશ્વાસન આપ્યું છે.
 
વધુ પેરા ખેલાડીઓ આવશે તો હરીફાઈ વધશે..

- સુંદરસિંઘ ગુર્જર, સપના પૂનિયા સહિત 10 આંતરરાષ્ટ્રીય પેરા ખેલાડીઓ દેશને આપનારા મહાવીર સૈનીએ જણાવ્યું કે, પેરા ખેલાડીઓને ઘણા સપોર્ટની જરૂર છે. તેમની સંખ્યા વધશે તો હરીફાઈને કારણે ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.
- 21 વર્ષની વયે સુંદર 8 નેશનલ અને 6 ઈન્ટરનેશનલ મેડલ્સ પોતાના નામે કરી ચુક્યો છે.
 
ગુજરાતમાં પેરા ખેલાડીઓની સ્થિતિ હાલ સારી નથી..

- સુંદરના કોચ અનુસાર, ગુજરાતમાં પેરા ખેલાડીઓની સ્થિતિ જોવા જઈએ તો હાલ સારી નથી. 
-જોકે પીએમ મોદીના કારણે આ મામલે સ્થિતિ સુધરવાના પ્રયાસ જોવા મળી રહ્યાં છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો..........)