તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આફ્રિદીની નહી વિરાટની પ્રશંસક છે આ પાકિસ્તાની ક્રિકેટર, જાણો કેમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપની ટી-20 મેચ રમાશે. ભારતના પ્રશંસકો સિવાય કેટલાક પાકિસ્તાની પણ વિરાટ કોહલીને સપોર્ટ કરશે. આ લિસ્ટમાં સૌથી મોટી પ્રશંસક પાકિસ્તાની વિમેન્સ ટીમની પ્લેયર બિસ્માહ મારુફ છે. બિસ્માહ વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે અને તેની બેટિંગ સ્ટાઇલને પણ ફોલો કરે છે. બિસ્માહ મારુફે વિરાટની ઘણી પ્રશંસા કરી હતી. રસપ્રદ વાત એ છે કે મોટાભાગના પાકિસ્તાની યુવા ક્રિકેટર આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદીને ફોલો કરે છે પણ મારુફ તેમાંથી અલગ છે. બિસ્માહને વિરાટની ટેકનિક વધારે પસંદ છે.
Related Placeholder
આ માટે છે વિરાટની પ્રશંસક

- પાકિસ્તાનની સ્ટાર બેટ્સમેન મારુફે જણાવ્યું હતું કે તે કેવી રીતે વિરાટની બેટિંગ સ્ટાઇલને ફોલો કરે છે? અને કેવી રીતે તેને ફાયદો થયો છે?
- જોકે મારુફ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે, જ્યારે વિરાટ રાઇટ હેન્ડડ બેટ્સમેન છે.
- 24 વર્ષીય બિસ્માહે સ્થાનિક મીડિયામાં જણાવ્યું હતું કે, ‘‘મારી બેટિંગ સ્ટાઇલ નેચરલી છે પણ હું વિરાટ કોહલીથી વધારે પ્રભાવિત છું.
- હું તેની બેટિંગ સ્ટાઇલની ઘણી ઘણી પ્રશંસક છું. બિસ્માહ ઘણા શોટ વિરાટની જેમ જ રમે છે.
- હું વિરાટ કોહલી ઉપરાંત સુરેશ રૈના અને માઇકલ ક્લાર્કને પણ ફોલો કરે છે અને તેમને જોઈને શીખે છે. ’’
ડેનિયલ નિકોલ બ્યોટે કર્યું હતું પ્રપોઝ

- વિરાટની મહિલા પ્રશંસકોની યાદી લાંબી છે. ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટર ડેનિયલ નિકોલ બ્યોટ પણ તેમાં સામેલ છે.
- 2014ના ટી-20 વર્લ્ડકપ દરમિયાન બ્યોટે વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
- આ પછી વિરાટ જ્યારે ઇંગ્લેન્ડ રમવા ગયો ત્યારે ડેનિયલ બ્વોટ સાથે ખાસ મુલાકાત કરી હતી.
- આ ફોટો બન્નેએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
બિસ્માહ મારુફની ક્રિકેટ કારકિર્દી
ફોર્મેેટ મેચ ઇનિંગ્સ રન બેસ્ટ સ્કોર એવરેજ સ્ટ્રાઇક રેટ 100 50 4 6 કેચ
ODIs 77 75 1734 99 25.88 52.88 0 9 138 0 19
T20Is 62 57 1172 65* 27.90 85.17 0 4 90 2 19
આગળની સ્લાઈડ્સ માં જુઓ, વિરાટની પ્રશંસક બિસ્માહ મારુફની ખાસ ફોટો અને કયા-કયા શોટ રમે છે વિરાટની જેમ......