તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAK માટે નિયમ બદલી શકે છે ICC, વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : પાકિસ્તાન ટીમ ઉપર 2019ના વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો છે. પાકિસ્તાનની ટીમ આઈસીસીની વન-ડે રેન્કિંગમાં નવમાં ક્રમાંકે છે. જો આગામી વર્ષે સપ્ટેમ્બર સુધી પાકિસ્તાનની ટીમ આ નંબર ઉપર જ રહશે તો વર્લ્ડકપ માટે સીધી ક્વોલિફાય કરી શકશે નહી. ટોપ 8 ટીમોને વર્લ્ડકપમાં સીધી એન્ટ્રી મળે છે. પાકિસ્તાને ક્વોલિફાય રાઉન્ડ રમીને વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું પડશે.
શું કહે છે ક્રિકેટ એનાલિસ્ટ
- ક્રિકેટ એનાલિસ્ટ ટિમ વિગમોરે એક મેગેઝીનમાં લખ્યું છે કે આ ફક્ત પાકિસ્તાન માટે જ નહી આઈસીસી માટે પણ ચિંતાનો વિષય છે. તેણે પોતાની કોલમમાં મહત્વનો સવાલ ઉઠાવતા
કહ્યું હતું કે પાકિસ્તાનને વર્લ્ડકપમાં રમાડવા આઈસીસી પોતાના નિયમમાં ફેરફાર કરશે? આ માટે તેમણે કારણ પણ જણાવ્યા હતા.
- ભારત- પાક મેચથી આઈસીસીના રેવન્યૂને લગભગ એક અરબ ડોલરનો ફાયદો થાય છે.
- ભારત - પાક મેચમાં સૌથી વધારે ટીવી દર્શકો હોય છે.
હાલ શું છે નિયમ?
- હાલ વન-ડે રેન્કિંગની ટોપ-8 ટીમો વર્લ્ડકપ માટે સીધુ ક્વોલિકાય કરે છે.
- નીચેના રેન્કિંગાવાળી ટીમોએ ક્વોલિફાય મેચ રમવા પડે છે.
પાકિસ્તાન માટે કેમ છે મુશ્કેલ?
- હાલ પાકિસ્તાનના 86 પોઇન્ટ છે. 2001માં વન-ડે રેન્કિંગ સિસ્ટમ આવ્યા પછી પાકિસ્તાનનો સૌથી ખરાબ સમય છે.
- હાલ પાકિસ્તાન વેસ્ટ ઇન્ડીઝથી 8 પોઇન્ટ પાછળ છે. આટલો મોટો ગેમ એક વર્ષમાં ભરવો મુશ્કેલ છે.
- આવનાર એક વર્ષમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કરવાનો છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પાક. ટીમ સાથે કેવા છે 2 સિચ્યુએશન...........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો