તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAKએ ઇંગ્લેન્ડને હરાવ્યું: પુશઅપ્સ કરી જીતની ઉજવણી, ધ્વજને કરી સલામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડન: 1996 બાદ પાકિસ્તાને લોર્ડ્સના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. ચોથી ઇનિંગમાં જીત માટે 283 રનના પડકારનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 207 રને ઓલ આઉટ થઇ ગઇ હતી. મેચ જીત્યા બાદ આખી ટીમે 10-10 પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.
યાસિર શાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર
પાક.તરફથી હીરો બનેલા સ્પિનર યાસિર શાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. યાસિરે પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજીમાં 4 વિકેટ સાથે 10 વિકેટ ઝડપી હતી. આ સાથે જ લોર્ડ્સમાં કેટલાક રેકોર્ડ્સ પણ બન્યા હતા. ટેસ્ટના ઇતિહાસમાં આ ગ્રાઉન્ડ પર પાક.-ઇંગ્લેન્ડનો રેકોર્ડ 4-4થી બરાબર થઇ ગયો હતો. અત્યાર સુધી લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન (15-7) તેનાથી સારૂ રહ્યું છે.
યાસિરે એશિયા બહાર 1st ટેસ્ટમાં બનાવ્યો રેકોર્ડ
- યાસિરે એશિયા બહાર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. લોર્ડ્સમાં તેને 10 વિકેટ ઝડપી હતી.
- ચાર મેચોની સીરિઝમાં પાકે.1-0ની લીડ બનાવી લીધી છે.
- આ ટેસ્ટમાં 42 વર્ષના પાકિસ્તાનના કેપ્ટન મિસબાહ-ઉલ-હકે પ્રથમ ઇનિંગમાં સદી (114 રન) ફટકારતા રેકોર્ડ બનાવ્યો હતો. મિસબાહે સદી બાદ પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.
- મિસબાહે જણાવ્યુ હતું કે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મેમાં પાક.ખેલાડીઓએ કરાંચીમાં આર્મીના એક બૂટ કેમ્પમાં ભાગ લીધો હતો.
- તેમણે પાક.જવાનોને દાવો કર્યો હતો કે જો તે સદી ફટકારે છે તો સૈનિકોના સન્માનમાં કઇક અનોખું જરૂર કરશે.
- મેચ જીત્યા બાદ આખી ટીમે 10-10 પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.
ટેસ્ટમાં બ્રોડની 350 વિકેટ પૂરી, ઇંગ્લેન્ડનો ત્રીજો બોલર બન્યો
ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં પોતાની કારકિર્દીમાં 350 વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. સિદ્ધિ મેળવનાર તે ઇંગ્લેન્ડનો ત્રીજો તથા વિશ્વનો 17મો ઝડપી બોલર બન્યો છે. તેણે 15 વખત પાંચ વિકેટ તથા બે વખત મેચમાં કુલ 10 વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને સર્વાધિક વિકેટે (454) ઝડપી છે. ત્યારબાદ ઇયાન બોથમે 102 ટેસ્ટમાં 383 વિકેટ ઝડપી હતી.
1978 બાદ લોર્ડ્ઝમાં વોકિસની કમાલ
ક્રિસવોકિસે પાકિસ્તાન સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં તથા બીજા દાવમાં પાંચ વિકેટ ખેરવી હતી. લોર્ડ્ઝ પર એક ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય તેવો 38 વર્ષ બાદ પ્રથમ બનાવ બન્યો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો