ધર્મ પરિવર્તન બાદ લાઈમલાઈટમાં આવ્ય હતો આ આફ્રિકન ક્રિકેટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ સાઉથ આફ્રિકન સ્ટાર ક્રિકેટર વેન પાર્નેલે રવિવારે 28મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે દ.આફ્રિકન ટીમમાં ઝડપી બોલર હોવાની સાથે એક સારા બેટ્સમેનની ભૂમિકા પણ ભજવે છે. પાર્નેલ 2011માં ઈસાઈ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ અપનાવતા તે ચર્ચામાં આવ્યો હતો.
 
બે ક્રિકેટર્સ પર લોકોએ કરી શંકા...

- 6 વર્ષ અગાઉ 2011માં વેન પાર્નેલએ પોતાના જન્મદિવસે ખુલાસો કર્યો હતો કે, તેણે જાન્યુઆરી 2011માં ઈસાઈ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
- પાર્નેલના ધર્મપરિવર્તન બાદ એક ફેક મેસેજ વાયરલ થયો હતો જેમાં હાશિમ આમલા અને ઈમરાન તાહિર પર ધર્મપરિવર્તન કરાવવાના અમુક લોકોએ આરોપ લગાવ્યા હતા.
- આ વાયરલ મેસેજ પર પાર્નેલે જાતે જ સ્પષ્ટતા કરી હતી કે, આ વાતો ખોટી છે. મે ઘણા સમય સુધી ઈસ્લામ ધર્મનો અભ્યાસ કરીને આ ધર્મ અપનાવ્યો છે.
- ધર્મ પરિવર્તન બાદ તેને પોતાનું નામ ‘વાલિદ’ પાર્નેલ રાખ્યું, જેનો અર્થ ‘મહાન વ્યક્તિ’ થાય છે. જોકે પાર્નેલ હાલ પોતાનું જુનુ નામ જ બધે વાપરે છે.
- ઈસ્લામમાં દારૂ પ્રતિબંધિત હોવાથી વેન પાર્નેલે ધર્મ પરિવર્તન બાદથી દારૂ પીવાનું છોડી દીધું હતું.
- વેન પાર્નેલ અગાઉ યુસુફ યોહાનાએ ઈસાઈ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેણે 2006માં ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ પોતાનું નામ મોહમ્મદ યુસુફ કરી નાખ્યું હતું.
 
ફેશન બ્લોગર સાથે કર્યા લગ્ન..

- વેન પાર્નેલએ મે 2016માં ફેશન બ્લોગર આયશા બકર સાથે ઈસ્લામિક પરંપરા અનુસાર નિકાહ કર્યા હતા. આયેશા પોતે પણ ઈસ્લામ ધર્મને ફોલો કરે છે.
- પાર્નેલનો જન્મ 30 જુલાઈ 1989ના કેપ પ્રોવિંસના પોર્ટ એલિઝાબેથ ખાતે થયો હતો. તેણે નેલ્સન મંડેલા મેટ્રોપોલિટન યુનિ.થી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો પાર્નેલની લાઈફના અન્ય ફેક્ટ્સ અને જુઓ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...