ગિબ્સને વિન્ડીઝ સાથે છેડો ફાડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણી પહેલાં જ ગિબ્સને રાજીનામું આપ્યું
રિચી રિચાર્ડસન કામચલાઉ કોચ રહેશે

બાર્બાડોસ: બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીની પૂર્વ સંધ્યાએ કોચ ઓટિસ ગિબ્સને તાત્કાલિક અસરથી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે યાદીમાં જણાવ્યું હતું કે બોર્ડ અને ગિબ્સન વચ્ચે આંતરિક સમજૂતી બાદ અલગ થવાનો નિર્ણય લેવાયો છે. ગ્રેનેડા ખાતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ગિબ્સન મેદાન પર હાજર નહોતા રહ્યા અને તેમની ગેરહાજરીના કારણે વિવિધ અટકળો થઇ રહી હતી.

ગિબ્સનની ગેરહાજરીમાં ટીમ મેનેજર રિચી રિચાર્ડસન બાંગ્લાદેશ સામેની શ્રેણી દરમિયાન કામચલાઉ કોચ તરીકેની ભૂમિકા અદા કરશે. ગિબ્સનને બાદ કરતાં ટીમનો સહાયક કોચિંગ સ્ટાફ સ્ટુઅર્ટ વિલિયમ્સ તથા આન્દ્રે કોલી તથા બોલિંગ સલાહકાર કર્ટલી એમ્બ્રોસ તેમના હોદ્દાએ જળવાઇ રહેશે. વિન્ડીઝ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ મિચેલ મુરહેડે જણાવ્યું હતું કે ઓટિસે વિન્ડીઝ ક્રિકેટની કરેલી સેવા બદલ બોર્ડ આભાર માને છે.