PICS : ઓલિમ્પિયન પિસ્તોરિયસે બાથરૂમમાં કરી હતી ગર્લફ્રેન્ડની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોહાનિસબર્ગ. ‘બ્લેડ રનર’ નામથી પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના સ્ટાર એથ્લેટ ઓસ્કાર પિસ્તોરિયસ હવે હત્યારાના નામથી ચર્ચામાં છે. ગત વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે તેણે પોતાની ગર્લફ્રેન્ડ રીવા સ્ટીનકેપની હત્યા કરી હતી. આ વાતની હવે પુષ્ટિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો સાબિત કરે છે કે પિસ્તોરિસને જ તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી.
ડેલી મેલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે પિસ્તોરિયસે એક ઝઘડો થયા પછી રીવાની ગોળી મારી હત્યા કરી હતી. પોતાના બચાવ કરવા તેણે કહ્યું હતું કે મે ભૂલથી રિવાને ગોળી મારી હતી. ડેલી મેલમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરો બિભત્સ છે. તેના શર્ટ પહેર્યા વગર ફક્ત શોર્ટ્સ પહેરીને ઉભો છે.
પોલીસે તેના બાથરૂમની તસવીરો પણ જારી કરી છે. જેમાં રિવાનું લોહી જોવા મળે છે. પિસ્ટોરિયસના શરીર ઉપર ઈજાના કોઈ નિશાન ન હતા. જેથી સ્પષ્ટ થાય છે કે આ લોહી રિવાનું હતું.
હિરોથી બન્યો ઝીરો
ઓસ્કાર પિસ્તોરિયસ ફક્ત સવા વર્ષનો હતો ત્યારે જેનેટિક ખામીના કારણે તેના બન્ને પગ કાપી નાખવા પડ્યા હતા. તે બાળપણથી જ પ્રોસ્થેટિક લેગ્સ (કૃત્રિમ પગ)નો આધાર લઈ ચાલતો હતો. તેણે કૃત્રિપ પગની મદદથી એથ્લેટિક્સમાં નામ કમાવ્યું હતું. સ્ટિલના કૃત્રિપ પગના કારણે તે ‘બ્લેડ રનર’ના નામથી પ્રખ્યાત બન્યો હતો.
પિસ્તોરિયસે પેરાઓલિમ્પિકમાં 6 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 8 મેડલ મેળવ્યા છે. 2012ના લંડન ઓલિમ્પિકમાં રમીને તેણે ઇતિહાસ બનાવ્યો હતો. કૃત્રિમ પગ સાથે ઓલિમ્પિકમાં ભાગ લેનારો તે પ્રથમ એથ્લેટ બન્યો હતો. 400 મીટરની રેસમાં સેમિફાઇનલ સુધી ક્વોલિફાય કરવા સફળ રહ્યો હતો. સેમિફાઇનલમાં તે 8માં ક્રમાંકે રહ્યો હતો.
લંડન ઓલિમ્પિકમાં કમાલ કર્યા બાદ એથ્લેટિક્સ વર્લ્ડમાં તે હિરો બની ગયો હતો પણ એક વર્ષ બાદ ગર્લફ્રેન્ડની હત્યા પછી ઝીરો બની ગયો છે.
આગળ ક્લિક કરો અને જુઓ, પોલીસ દ્વારા જાહેર કરાયેલી પિસ્તોરિયસની તસવીરો.....