મેચ જોવા ગઇ હતી, કરીને આવી ‘અનોખી સગાઇ’, TV પર થયુ LIVE

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિકાગો: એક બેસબોલ મેચ દરમિયાન કઇક એવુ થયુ જેનો અંદાજો કોઇને પણ નહી હોય. મેચ જોવા માટે પહોચેલી અમેરિકન એથલીટને અહી એક જોરદાર સરપ્રાઇઝ મળ્યુ જેની તેને કલ્પના પણ નહી કરી હોય. જિમ્નાસ્ટ શોન જોનસન પોતાના ફૂટબોલર બોયફ્રેન્ડ એન્ડ્ર્યૂ સાથે મેચ જોવા આવી હતી અને અનોખી સગાઇ કરીને પરત ફરી હતી.
આ માટે કરી અનોખી સગાઇ
અવાર નવાર જોવા મળે છે કે કોઇ મેચ જીત્યા બાદ કોઇ ખેલાડી સ્ટેડિયમમાં બેઠેલી પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે પરંતુ અહી એક બેસબોલ મેચ દરમિયાન દર્શક બનીને પહોચેલા અમેરિકન ફૂટબોલરે ગર્લફ્રેન્ડ શોનને તક મળતા જ પ્રપોઝ કર્યુ હતુ. જેવી જ શોને હા કહ્યું, એન્ડ્ર્યૂએ તેને રિંગ પહેરાવી દીધી હતી. શોન માટે આ તેના જીવનની યાદગાર ક્ષણ હતી.
કેટલાક સમય માટે આ નજારો ત્યાંની લોકલ મીડિયામાં છવાયેલો રહ્યોં અને ટીવી પર પણ બતાવવામાં આવ્યો. તે બાદ શિકાગો કબ્સ (અમેરિકન પ્રોફેશનલ બેસબોલ ફ્રેન્ચાઇઝી)એ પણ સોશિયલ મીડિયા દ્વારા કપલને શુભેચ્છા પાઠવી હતી.
Related Placeholder
શોન- ઇસ્ટે કર્યુ ટ્વીટ
શોન જોનસને તે બાદ ટ્વિટર પર લખ્યુ, “ આજ મારા પ્રેમે મને જીવનભર તેના થવાનો પ્રપોઝ કર્યો અને મે હા કહી દીધી.” તે સાથે જ શોને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર યાદગાર ક્ષણોની તસવીરો પણ શેર કરી. જેમાં શોનની એન્ગેજમેન્ટ રિંગ પહેરેલી તસવીર પણ છે. ઇસ્ટે પોતાના ઘૂંટણ પર બેસીને પોતાની ખુશીનો ઇઝહાર કર્યો હતો. તેને લખ્યુ, “ હુ લકી છું કે મે આ યુવતીને અંગુઠી પહેરાવી. લવ યૂ શોન જોનસન.”
કોણ છે શોન જોનસન:
23 વર્ષની શોન એક રિટાયર્ડ અમેરિકન જિમ્નાસ્ટ છે. તે 2008 ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અન સિલ્વર મેડલ જીતી ચુકી છે. 2007માં તે યૂએસ સીનિયર ટીમમાં શામેલ થઇ હતી. આ વર્ષે તે વ્યક્તિગત સ્પર્ધામાં ઓલ રાઉન્ડ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેને ઘુંટણની ઇજાને કારણએ જૂન 2012માં સન્યાસ લઇ લીધો છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, એન્ડ્ર્યૂ ઇસ્ટ અને શોન જોનસનની તસવીરો...