તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોળીઓનો સમાનો કરીને ફૂટબોલ સ્ટાર બન્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઇગહાલો ગોલ કર્યા બાદ હંમેશા આ અંદાજમાં ઉજવણી કરે છે.)
અબુજા (નાઈઝિરિયા):ગરીબી ઉપરાંત બંદૂકની ગોળીઓનો સમાનો કરવો. એટલું જ નહીં પિતાની નામંજૂરી પણ નાઈઝિરિયાના ઓડિયોન ઈગહાલોનો ફૂટબોલ માટેનો પ્રેમ ઓછો ન કરી શકી. આ રમત પ્રત્યે તેનું ઝનુન એ હદે હતું કે તેની ચારે બાજુ ગોળીઓનો ધણધણાટ થતો હતો. તે આ ગોળીઓને ચકાવીને પણ પ્રેક્ટિસ કરતો રહેતો હતો. ઇંગ્લિશ ક્લબ વોટફોર્ડ તરફથી રમનારા ઇગહોલો બાળપણથી જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. નાઇઝિરિયાના લાગોસ રાજ્યના અજેગુનલે શહેરમાં પેદા થયેલા ઇગહાલો એક વસ્તીમાં રહેતો હતો. આ વસ્તીમાં તક ઓછી હતી અને મુશ્કેલીઓ વધારે હતી. વસ્તીમાં હંમેશાં ગેંગવોર ચાલતું રહેતું હતું. ગોળીઓ ચાલતી હતી. પોલીસ તથા લોકોની વચ્ચે ઝપાઝપી ચાલતી હતી.
પ્રેક્ટિસ દરમિયાન ચારે બાજુ બંદૂકો ચાલતી, ફૂટબોલ માટેના ઝનૂને ઊંચાઈએ પહોંચાડ્યો
આ વસ્તીના એક ઘરમાં ઇગહાલોએ ફૂટબોલર બનવાનું સપનું જોયું હતું. ઇગહાલો ફૂટબોલર બનવાનું શ્રેય પોતાની માતાને આપે છે. તેણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ નહોતો કે હું આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય ફૂટબોલ રમી શકીશ. પરંતુ મારી માતાને મારી પર ખૂબ જ ભરોસો હતો. તે હું ફૂટબોલ રમી શકું તે માટે પિતા સાથે પણ ઝઘડો કરતી હતી. તે બુટ વગર પ્રેક્ટિસ કરતો હતો કારણ કે તેના પરિવારની હેસિયત બૂટ ખરીદી શકાય એટલી પણ નહોતી. માતાએ પોતાની બચતથી જ તેની માટે બૂટ ખરીદ્યા હતા. નાઇઝિરિયા એવી એક જગ્યા છે જ્યાં તમારે પાણી પીવા માટે પણ પૈસા આપવા પડે છે. શરૂઆતના સમયમાં તેની પાસે બસનું ભાડું આપવાના પૈસા નહોતા.
એટલા માટે તે પોતાની વસ્તીની પાસે બનેલા મેદાન પર જ ફૂટબોલની પ્રેક્ટિસ કરતો હતો. આ મેદાન કીચડથી ભરેલું હતું. તેમાં ફૂટબોલ રમવાનું તો દૂર ચાલવું પણ સંભવ નહોતું. શરૂઆતમાં તે પોતાની લોકલ ટીમ ‘ધ લોડી વોરિયર્સ’ તરફથી રમતો હતો. નાઇઝિરિયાની ટોચની ક્લબ જૂલિયર બર્જર એફસીના મેનેજરની તેના પર નજર પડી.અહીંથી જ તેના પ્રોફેશનલ કેરિયરની શરૂઆત થઇ અને તે રમવા માટે નોર્વે જતો રહ્યો હતો. 11 મહિના પછી ઇટાલીની સિરી એ ટીમ ઉડીનેસે તેની સાથે અઢી વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેના માટે એ ખૂબ જ મોટી તક હતી. તેને સાકાર કરવામાં તેણે કોઇ કસર છોડી નહોતી. ત્યાર બાદ ઇંગ્લિશ ક્લબ વોટફોર્ડ સાથે તે જોડાયો હતો. ઇગહાલો ઇંગ્લિશ પ્રીમિયર લીગના ટોચના પર્ફોર્મરમાં સ્થાન ધરાવે છે. તેણે આ સિઝનની 26 મેચોમાં કુલ 14 ગોલ કર્યા છે. અેક રીપોર્ટ અનુસાર માન્ચેસ્ટર યુનાઇટેડ તેને ખરીદવા માગે છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...