તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકોલાને ડાન્સ પસંદ હતો, સંજોગથી બની બોક્સર ને થઇ યુરોપિયન ચેમ્પિયન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે અમે તમારી મુલાકાત કરાવીશું બ્રિટિશ બોક્સર નિકોલા એડમ્સ સાથે, તે ઓલિમ્પિક, વર્લ્ડ, કોમનવેલ્થ તથા યુરોપિયન ચેમ્પિયન બની ચૂકી છે, રિયોમાં તે પોતાના ગોલ્ડ મેડલને જાળવી રાખવાનો પ્રયાસ કરશે, ઓલિમ્પિકમાં બોક્સિંગ જીતનાર પ્રથમ બ્રિટિશ મહિલા નિકોલા એડમ્સની કહાનીની શરૂઆત થાય છે 12 વર્ષની વયથી. નિકોલા પોતાના ભાઇ સાથે જિમ્નેશિયમમાં જતી હતી જ્યાં તેની માતા કામ કરતી હતી. નિકોલા તેમાં અન્ય લોકોની બોક્સિંગને નિહાળ્યા કરતી હતી. તેણે બોક્સિંગ બાબતે કશું વિચાર્યું નહોતું.
આ પ્રકારના વાતાવરણની તેના પર કોઇ અસર પડી નહોતી. દરમિયાનમાં તેના પિતાએ તેની ઓળખાણ લિજેન્ડ મોહમ્મદ અલી સાથે કરાવી હતી. અન્ય યુવતીઓની જેમ નિકોલા ઉપર પણ તેમનો જાદુ છવાયો હતો. તે અલીનો વીડિયો નિહાળીને ખુશ થઇ જતી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે બોક્સર બનવા માગતી નથી પરંતુ સંજોગવશાત મોહમ્મદ અલીને મળીને તથા તેમની વીડિયો નિહાળીને તેણે આ રમત અંગે વિચારવાની શરૂ કરી દીધું હતું. ત્યારબાદ નિકોલાની બોક્સિંગ કારકિર્દીનો પ્રારંભ થયો હતો.
લીડ્સમાં 1982ની 26મી ઓક્ટોબરે જન્મેલી નિકોલાનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. તેણે જ્યારે બોક્સિંગ રમવાનું શરૂ કર્યું ત્યારે તેની માતા પાસે તેને બહાર રમવા મોકલવાના નાણાં નહોતા. લીડ્સમાં પોતાના ઘરના સોફા પર બેઠેલી નિકોલા જણાવે છે કે મેં નાણાં કમાવા માટે બીજા લોકોના ઘરનું રિનોવેશન કર્યું હતું. પેન્ટિંગ તથા ડેકોરેશનનું કામ કર્યું હતું જેના કારણે હું મારા બોક્સિંગના સ્વપ્નને જીવંત રાખી શકી હતી. નિકોલા રિંગમાં ના હોય ત્યારે તે પણ ઓફ સિઝનમાં બીજી યુવતીઓ જેવી જ હતી. તેને ડાન્સનો ઘણો શોખ હતો. તેણે જણાવ્યું હતું કે હું ક્યાંય પણ તથા ક્યારેય પણ ડાન્સ કરી શકું છું. મિત્રો સાથે વોડકા તથા લેમોનેડ પીને આનંદ પણ માણું છું.
ફિલ્મોની શોખીન નિકાલાને હોરર, કોમેડી તથા એક્શન ફિલ્મો જોવાનું વધારે પસંદ છે. તે માર્કેટ જઇને શોપિંગ કરવાના બદલે ઓનલાઇન શોપિંગને વધારે મહત્વ આપે છે. રિલેશનશિપના મામલામાં તે પોતે જણાવે છે કે મારા ઘણા બોયફ્રેન્ડ છે પરંતુ હું કોઇની સાથે સીરિયસ રિલેશનશિપમાં નથી. હું ઘણી વ્યસ્ત રહું છું અને તેમના માટે સમય ફાળ‌ી શકતી નથી. તેથી બ્રેકઅપ થઇ જાય છે.

નિકોલાને ખાવાનો ઘણો શોખ છે અને ઘણી વખત તે ઓવર વેઇટ પણ થઇ જાય છે. ત્યારબાદ તે વધારે રનિંગ કરીને તથા પ્રેક્ટિસનો સમય વધારીને વજન નિયંત્રણમાં રાખે છે. લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ તે તરત જ મેકડોનાલ્ડ્સમાં પહોંચી ગઇ હતી. તે ફાઇટ ફોર પીસ સાથે જોડાઇને યુવાઓને ગુનાઓથી દૂર રહેવા માટે પ્રેરિત કરે છે. નિવૃત્તિ બાદ તે બાળકોને રમત સાથે જોડવા માટે કામ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો