ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લિશ સુકાની એલિસ્ટર કૂકે સદી નોંધાવતા ઇંગ્લેન્ડે પોતાના ઘરઆંગણે રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસની રમત દરમિયાન મેચ જીતવા ન્યૂઝીલેન્ડ સામે ૪૬૮ રનનો કપરો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ટી-ટાઇમના સમયે બીજા દાવમાં ૬૮ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડે બીજો દાવ પાંચ વિકેટે ૨૮૭ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો. યજમાન ઇંગ્લેન્ડે પ્રથમ દાવના આધારે ૧૮૧ રનની સરસાઇ મેળવી હતી. ટી-ટાઇમે ટેલર નવ તથા બ્રાઉન્લી ત્રણ રને રમી રહ્યા હતા.

રનચેઝ કરવાના ન્યૂઝીલેન્ડનો ઈતિહાસ જોતાં તેણે છેલ્લે પાકિસ્તાન સામે ક્રાઇસ્ટ ચર્ચ ખાતે ૧૯૯૩-૯૪માં ૩૨૫ રનનો ટાર્ગેટ સફળ રીતે ચેઝ કર્યો હતો. કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી ન્યૂઝીલેન્ડની ટીમે ૪૦ રનના સ્કોર સુધીમાં ઓપનર ફલટોન (૫) તથા વિલિયમ્સન (૩)ની વિકેટ ગુમાવી દીધી હતી. અન્ય ઓપનર રૂધરફોર્ડ ૫૧ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૪૨ રન બનાવીને આઉટ થયો હતો.

અગાઉ કૂકે કારકિર્દીની ૨૫મી સદી નોંધાવીને ઇંગ્લેન્ડ તરફથી સવૉધિક સદીના પોતાના વિક્રમને આગળ વધાર્યો હતો. તેણે ૧૯૦ બોલમાં ૧૮ બાઉન્ડ્રી વડે ૧૩૦ રન બનાવા ઉપરાંત ટ્રોટ સાથે બીજી વિકેટ માટે ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ૪૦ રનના સ્કોરે ટેલરના હાથે જીવતદાન મેળવનાર ટ્રોટે ૭૬ રન ફટકાર્યા હતા.

સ્કોર બોર્ડ
ઇંગ્લેન્ડ (પ્રથમ દાવ ૩૫૪)
ન્યૂઝીલેન્ડ (પ્રથમ દાવ ૧૭૪)
ઇંગ્લેન્ડ બીજો દાવ રન બોલ ૪ ૬
કૂક કો.સાઉથી બો.વિલિયમ્સન ૧૩૦ ૧૯૦ ૧૮ ૦
કોમ્પટન કો.રુધરફોર્ડ બો.વિલિયમ્સન ૭ ૪૫ ૦ ૦
ટ્રોટ કો.મેક્કુલમ બો.વેગનર ૭૬ ૧૬૪ ૮ ૦
બેલ કો.ગુપિ્ટલ બો.વિલિયમ્સન ૬ ૮ ૧ ૦
રુટ કો.ગુપિ્ટલ બો.વેગનર ૨૮ ૨૨ ૪ ૦
બેરસ્ટિો અણનમ ૨૬ ૨૨ ૨ ૧
પ્રાયર અણનમ ૪ ૫ ૧ ૦
એક્સ્ટ્રા : ૧૦. કુલ (૭૫ ઓવરમાં, પાંચ વિકેટે) ૨૮૭ ડિકલેર. વિકેટ : ૧-૭૨, ૨-૨૦૬, ૩-૨૧૪, ૪-૨૪૯, ૫-૨૬૮. બોલિંગ : બાઉલ્ટ : ૨-૧-૨-૦, સાઉથી : ૧૫-૪-૫૧-૦, વેગનર :
૧૭-૩-૬૭-૨, વિલિયમ્સન : ૨૪-૪-૬૮-૩, બ્રેસવેલ : ૧૩-૩-૪૯-૦, ગુપિ્ટલ : ૫-૦-૪૧-૦.
ન્યૂઝીલેન્ડ બીજો દાવ રન બોલ ૪ ૬
ફલ્ટોન કો.બેલ બો.બ્રોડ ૫ ૨૮ ૧ ૦
રુધરફોર્ડ કો.રુટ બો.સ્વાન ૪૨ ૫૧ ૬ ૦
વિલિયમ્સન એલબી.બો.સ્વાન ૩ ૨૩ ૦ ૦
ટેલર રમતમાં ૯ ૨૦ ૧ ૦
બ્રાઉન્લી રમતમાં ૩ ૧૦ ૦ ૦
એક્સ્ટ્રા : ૦૬. કુલ (૨૨ ઓવરમાં, ત્રણ વિકેટે) ૬૮. વિકેટ : ૧-૨૧, ૨-૪૦, ૩-૬૫. બોલિંગ : એન્ડરસન : ૬-૪-૭-૦, બ્રોડ : ૬-૧-૧૮-૧, સ્વાન : ૫-૦-૧૭-૨, ફિન : ૫-૧-૨૦-૦.