• Gujarati News
  • NewZealand Fight To Return After A Rain Interruption The First Day Of The Second Test

વરસાદના વિઘ્ન બાદ ન્યૂઝીલેન્ડની વળતી લડત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેડિંગ્લે : વરસાદના કારણે મોડેથી શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત દરમિયાન ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને વળતી લડત આપીને ટી-ટાઇમે ત્રણ વિકેટે 123 રન બનાવી લીધા હતા. આ સમયે સુકાની બ્રેન્ડન મેક્કુલમ 27 બોલમાં 41 તથા ટોમ લાથામ 86 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યા હતા. ઇંગ્લિશ સુકાની એલિસ્ટર કૂકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડને પ્રથમ દાવની નબળી શરૂઆત કરીને માત્ર બે રનના સ્કોરે ઓપનર માર્ટિન ગુપ્ટિલ (0) તથા વિલિયમ્સનની (0) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લાથામ તથા રોઝ ટેલરે (20) ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી.