વર્લ્ડકપ રમવા માટે આંગળી કાપવા તૈયાર હતો આ ક્રિકેટર, સેહવાગનો છે મિત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડનો પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર જેકોબ ઓરમ પોતાના 40માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. વિશ્વના સૌથી લાંબા ક્રિકેટર્સમાંથી એક જેકોબની હાઇટ 6 ફૂટ 6 ઇંચ છે. તે આશરે દસ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ રહ્યો હતો. અન્ય કેટલાક ક્રિકેટર્સની જેમ જેકોબ પણ રાઇટ-લેફ્ટ કોમ્બિનેશનનું શાનદાર એક્ઝામ્પલ છે. પોતાની કારકિર્દીમાં તે લેફ્ટી બેટ્સમેન અને રાઇટ આર્મ મિડિયમ પેસર બોલર હતો.
 
આંગળી કાપવા થઇ ગયો હતો તૈયાર
 
- વર્ષ 2007 ICC વર્લ્ડકપના કેટલાક અઠવાડિયા પહેલા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વન ડે સીરિઝ રમાઇ હતી. આ સીરિઝ દરમિયાન ઓરમને લેફ્ટ હેન્ડની રિંગ ફિંગરમાં ઇજા થઇ હતી.
- ઇજા બાદ ઓરમના વર્લ્ડકપમાં રમવાને લઇ ખતરો મંડરાઇ રહ્યો હતો. જે બાદ તેને કહ્યું હતું કે જરૂર પડી તો વર્લ્ડકપ રમવા માટે તે પોતાની આંગળી પણ કાપવા માટે તૈયાર થઇ ગયો હતો.
- જો કે તેની જરૂર પડી નહતી અને વર્લ્ડકપ સુધી તે ફિટ થઇ ગયો હતો. બાદમાં તેને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ વાત તેને ક્રિકેટ રમવાને લઇ પોતાની ડિઝાયર, સમર્પણ અને ફિલિંગ્સ બતાવવા કહી હતી.
 
સેહવાગે ખાસ અંદાજમાં કરી હતી વિશ
 
- પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ જેકોબ ઓરમનો ઘણો સારો મિત્ર છે. ગત વર્ષે ઓરમના જન્મ દિવસ પર સેહવાગે તેને ખાસ અંદાજમાં વિશ કર્યુ હતું.
- સેહવાગે ઓરમને બર્થ ડે વિશ કરતા લખ્યુ હતું, 'ઓ-રામજી, તમે બોલિંગ કરો છો તો એમ લાગે છે કે કોઇ બીજા માળથી બોલિંગ કરી રહ્યો છે. હેપ્પી બર્થ ડે જેકોબ ઓરમ, મેરા પિયા ઘર આયા ઓ-રામજી'
- માર્ચ 2008માં ઓરમે પોતાની ગર્લફ્રેન્ડ ટૈટ જૈમીસન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બન્ને વચ્ચે આશરે 8 વર્ષ સુધી રિલેશનશિપ રહી હતી. આ કપલને બે દીકરા છે. રિટાયરમેન્ટ બાદ ઓરમ ઓકલેન્ડમાં રહે છે અને કોચિંગ આપવાનું કામ કરે છે.

આગળની સ્લાઇડમાં જુઓ, જેકોબ ઓરમ સાથે જોડાયેલ રસપ્રદ ફેક્ટ અને વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...