નવા ભારતીય સ્ટાર 'શિખર ધવને' વન-ડે જેવી ટેસ્ટથી કર્યા રોમાંચિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધવને ઝંઝાવાતી ૧૮પ… રન બનાવ્યા, મુરલી વિજય ૮૩…

ડાબોડી ઓપનર શિખર ધવન ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર બની ગયો છે. તેણે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની અણનમ ૧૮પ રનની ઈનિંગ્સમાં અનેક વિક્રમો રચ્યા. ૮પ બોલમાં સૌથી ઝડપી ટેસ્ટ પ્રવેશે સદી અને મુરલી વિજય (૮૩ અણનમ) સાથે સૌથી મોટી ભાગીદારી (૨૮૩) કરી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં વન-ડે શૈલીમાં રમતા દર્શકોને રોમાંચિત કર્યા હતા.

આનાથી પહેલા ઓસ્ટ્રેલિયાનો દાવ ૪૦૮ રનમાં પૂરો થયો હતો. શિખર ધવને પીસીએ મોહાલીમાં મોહક અંદાજમાં બેટિંગ કરી. તેણે ઝડપી તેમજ સ્પિન બોલરોને સબક શિખવાડતા ૩૩ ચોગ્ગા ફટકાર્યા અને બે છગ્ગા લગાવ્યા હતા. શિખરે ક્રિકેટના તમામ શોટ્સ દમદાર રીતે ફટકાર્યા. તેણે જોરદાર કવર ડ્રાઈવ લગાવી તથા ઉછળતા બોલ પર હૂક પણ ફટકાર્યા હતા. ઓફ અને ઓન સાઈડ પર તેણે બોલરોને બરોબરનો બોધપાઠ ભણાવ્યો.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...