સાઇના નહેવાલ શુક્રવારે નવી જ ઉડાન ભરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલ શુક્રવારે ફાઇટર જેટ ટ્રેનર વિમાન દ્વારા ઉડાન ભરશે. ભારતીય એર ફોર્સના પોતાના સાહસને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા એવા કિરણ માર્ક-૧ વિમાન દ્વારા સાઇનાને આ સફર કરવાનું બહુમાન સાંપડ્યું છે. હૈદરાબાદ પાસેના એર ફોર્સના ડુંડીગલ ટ્રેનિંગ એકેડમી ખાતેથી સાઇના નહેવાલ કિરણ માર્ક-૧ની સફરનો પ્રારંભ કરશે જ્યાં તેને ઇન્ટર સ્કવોડ્રન રમતોત્સવના સમાપન સમારંભમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાનું છે. આ સફર લગભગ અડધા કલાકની રહેશે. વિમાનમાંથી ઊતરીને સાઇના નહેવાલ સીધી બેડમિન્ટન કોર્ટ પર પહોંચી જશે અને એક પ્રદર્શન બેડમિન્ટન મેચ રમશે.