તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ 41મી વખત રણજી ચેમ્પિયન, ફાઇનલમાં સૌરાષ્ટ્રનો કારમો પરાજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂણે : મુંબઈએ રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે ઇનિંગ્સ અને 21 રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ મુંબઈની ટીમ 41મી વખત રણજીમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે. સૌરાષ્ટ્રનો ધબડકો થતા બીજા દાવમાં 115 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પહેલા સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં 235 અને મુંબઈએ પ્રથમ દાવમાં 371 રન બનાવ્યા હતા.
Related Placeholder
પૂજારા ફ્લોપ
સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા બન્ને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. પૂજારા પ્રથમ ઇનિંગ્સમાં 04 અને બીજી ઇનિંગ્સમાં 27 રન બનાવી આઉટ થયો હતો.
શ્રેયસ ઐય્યરની સદી
મુંબઈના શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા પ્રથમ દાવમાં 117 રન બનાવ્યા હતા. જ્યારે મેચમાં મુંબઈના શાર્દુલ ઠાકુરે 8 અને ધવલ કુલકર્ણીએ 7 વિકેટ ઝડપી હતી.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, રણજી ફાઇનલની તસવીરો.......