ત્રીજી ટેસ્ટ માટે વિરાટને મળ્યો ધોનીનો સાથ, હવે ભારતની જીત નક્કી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આ મેદાન પર 16 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ઝારખંડના આ મેદાન પર પ્રથમ વખત રમાનાર ટેસ્ટ મેચ પહેલા ધોની પિચ ક્યૂરેટર સાથે ચર્ચા કરતો પણ નજરે પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર છે.
 
રાંચીમાં ધોની કરી રહ્યો છે ખાસ તૈયારી
 
- મહેન્દ્રસિંહ ધોની પોતાના ઘરમાં રમાનાર આ ટેસ્ટ મેચ પહેલા તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી.
- ઝારખંડ ટીમના સુત્રોએ પહેલા કહ્યું હતું કે રણજી કેપ્ટન ધોની કોલકાતાથી બીસીસીઆઇ એવોર્ડ માટે બેંગલુરૂ જશે પરંતુ તે રાંચી પરત ફર્યો અને સ્ટેડિયમમાં થોડો સમય વિતાવ્યો હતો.
- પિચ ક્યૂરેટર એસબી સિંહે કહ્યું કે, આ ધોનીની રૂટિન મુલાકાત હતી અને તેનું 16થી 20 માર્ચ વચ્ચે રમાનાર ત્રીજી ટેસ્ટ મેચથી કોઇ લેવા દેવા નથી. 
- સિંહે કહ્યું, 'જ્યારે ધોની અહી હોય છે, તો અવાર નવાર સ્ટેડિયમમાં આવે છે અને જિમમાં ઘણો સમય વિતાવે છે. આજે પણ તેને એમ જ કર્યુ, તેને વિકેટ જોઇ અને અનૌપચારિક વાતચીત પણ કરી હતી'
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...