તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીની હોટલમાં આગ દરમિયાન ધોનીના 3 મોબાઇલની ચોરી, FIR દાખલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઇલ ચોરી થઇ ગયા હતા તે હવે મળી ગયા છે. ધોનીએ દ્વારકા સેક્ટર 10 સ્થિત પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે દ્વારકા વિસ્તારમાં આવેલ 5 સ્ટાર હોટલ વેલકમમાં શુક્રવારે આગ લાગી હતી. હોટલમાં ધોની સહિત ઝારખંડની ટીમ અહી રોકાઇ હતી. ધોની દિલ્હીમાં વિજય હઝારે ટ્રોફીની મેચ રમવા આવ્યો હતો. જો કે આખી ટીમને રેસક્યૂ કરવામાં આવી હતી. આગ લાગવા દરમિયાન ધોનીએ પોતાના 3 મોબાઇલ ચોરાયા હોવાની વાત કહી હતી.
 
7th ફ્લોર પર રોકાયો હતો ધોની
 
- ધોની હોટલના 7th ફ્લોર પર રોકાયો હતો. સવારે 5:30 વાગ્યો હોટલમાં આગ લાગી હતી.
- આગ લાગ્યા બાદ ધોની અને તેની ટીમના મેમ્બર્સને ત્યાથી રેસક્યૂ કરવામાં આવ્યા હતા. એક પ્લેયરે જણાવ્યુ કે તમામ લોકો નાશ્તો કરી રહ્યાં હતા. 
- ઘટના બાદ બંગાળ અને ઝારખંડ વચ્ચે રમાનાર વિજય હઝારે ટ્રોફીની સેમિ ફાઇનલને ટાળી નાખવામાં આવી હતી.
- ઘટના સમયે હોટલમાં આશરે 540 ગેસ્ટ હતા. પોલીસે જણાવ્યુ કે આગ પહેલા રિલાયન્સ સ્ટોરમાં આગ લાગી હતી.
 
મોલના શો રૂમમાં લાગી હતી આગ
 
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ પંવારે જણાવ્યુ, 'હોટલના નીચેના ભાગમાં આવેલ મોલના એક શો રૂમમાં પહેલા આગ લાગી હતી. લોકો તેને કાબૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ હોટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો.'
- ફાયર બ્રિગેડને 6:30 કલાકે હોટલમાં આગની સૂચના મળી હતી. આગ બુઝાવવા માટે 30 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોચી હતી. 9:45 કલાકે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો