સ્પોર્ટ્સ ડેસ્ક: અફઘાનિસ્તાનના વિકેટ કીપર અને આક્રમક બેટ્સમેન મોહમ્મદ શહજાદ પર આઇસીસીએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. શહજાદ ડોપિંગનો દોષી હતો જે બાદ આઇસીસીએ તેની પર કાર્યવાહી કરી હતી. શહજાદે પોતાનું વજન ઘટાડવા માટે એક પ્રતિબંધીત દવા લીધી હતી, જે બાદ તે ડોપ ટેસ્ટમાં ફેલ થઇ ગયો હતો. શહજાદે આઇસીસી સામે માન્યુ કે તેને વજન ઘટાડવા માટે હાઇડ્રોક્સીકટ નામની દવા લીધી હતી.
ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો શહજાદ
- મોહમ્મદ શહજાદનો 17 જાન્યુઆરી 2017માં દૂબઇમાં ડોપ ટેસ્ટ થયો હતો. તપાસમાં ખબર પડી કે તેને ક્લેનબ્યૂટરોલ ખાધી હતી. જે વાડાની પ્રતિબંધીત યાદીમાં આવે છે.
- તે બાદ શહજાદે પોતાની ભુલ માની અને તેની પર 12 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શહજાદ પર આ પ્રતિબંધ 17 જાન્યુઆરી 2017થી લાગુ થશે જે 17 જાન્યુઆરી 2018થી ફરી એક વખત ક્રિકેટ રમી શકશે.
- શહજાદે અફઘાનિસ્તાન તરફથી 59 વન ડે મેચ અને 57 ટી-20 મેચ રમી છે. વન ડેમાં શહજાદે 4 સદી અને 9 અડધી સદીની મદદથી 1937 રન બનાવ્યા છે જ્યારે ટી-20માં 11 અડધી સદી અને 1 સદીની મદદથી 1703 રન બનાવ્યા છે.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.