રાયપુરઃ મોહમ્મદ કૈફને છત્તીસગઢની રણજી ટીમનો કેપ્ટન અને મેન્ટર બનાવવામાં આવ્યો છે. 36 વર્ષીય કૈફને કેપ્ટન બનાવવાનો નિર્ણય ચોંકાવનારો છે, કારણ કે ઘણા સમયથી કૈફ નેશનલ કે ઈન્ટરનેશનલ લેવલ પર ખાસ દેખાવ કરી શક્યો નથી. ઉલ્લેખનિય છે કે છત્તીસગઢની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફીમાં રમશે.
10 વર્ષથી નથી મળી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
- છેલ્લા 10 વર્ષથી ઈન્ડિયન ટીમથી બહાર રહેલા કૈફે યુપી રણજી ટીમમાં એવરેજ દેખાવ કર્યા બાદ આંધ્ર પ્રદેશની ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
- આંધ્ર પ્રદેશમાં તે કેપ્ટન રહ્યો હતો. પરંતુ તેની કેપ્ટનશિપમાં ગત સિઝનમાં ટીમ સફળતાથી ઘણી દૂર અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. આંધ્રએ ગત સિઝનમાં 8 મેચો રમી હતી. જેમાંથી 4માં હાર મળી અને 4 ડ્રો રહી હતી.
- કૈફની છેલ્લી 3 રણજી મેચોની વાત કરીએ તો 5 ઈનિંગમાં તેણે માત્ર 73 રન કર્યા હતા. જેમાંથી બે વખત તે શૂન્ય રને આઉટ થયો હતો.
- કૈફે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ વન-ડે 29 નવેમ્બર 2006ના દ.આફ્રિકા સામે રમી હતી.
કૈફનું નામ કેમ ફાઈનલ થયું ?
- છત્તીસગઢની પ્રથમ ક્રિકેટ ટીમ બનાવવા ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેચો રમાડવામાં આવી હતી.
- રાજ્ય બન્યા બાદ પ્રથમવાર અહીં રણજી ટીમ બની રહી છે, એવામાં એવી અપેક્ષા હતી જ કે નવી ટીમ બનાવવામાં અમુક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. જેમાંથી એક હતું કેપ્ટનની પસંદગી.
- એવું કહેવામાં આવી રહ્યું છે કે, જલજ સક્સેનાના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ ખેલાડીનો સંપર્ક કે અન્ય નામો પર વિચારણા કરવામાં નહોતી આવી.
- વિવાદોને કારણે કૈફએ 2014માં ઉત્તર પ્રદેશની રણજી ટીમ છોડી દીધી હતી. 2015-16નું સેશન તેના અને ટીમ માટે નિરાશાજનક રહ્યો હતો.
એક વર્ષનો કરાર
- છત્તીસગઢ ક્રિકેટ એસો.એ કૈફ સાથે 1 વર્ષનો કરાર કર્યો છે. બીસીસીઆઈના નિયમો પ્રમાણે, કોઈપણ ટીમ 3 બહારના ખેલાડીઓને રમાડી શકે છે.
- કૈફને તે નિયમ હેઠળ જ ટીમમાં સામેલ કરાયો છે.
- કેપ્ટન બનાવવાની જાહેરાત બાદ કૈફે જણાવ્યું કે,‘મારી પાસે ઈન્ટરનેશનલ સ્તરનો ઘણો અનુભવ છે. અહીંના જુનિયર ખેલાડીઓ નેશનલ લેવલે સારો દેખાવ કરી રહ્યાં છે. હું મારી કેપ્ટનશિપ હેઠળ આગળ લઈ જવા માગીશ.’
(આગળની સ્લાઈડ્સમાં વાંચો, સિલેક્શન પર શું બોલ્યા ક્રિકેટ એક્સપર્ટ અયાઝ મેનન...)