• Gujarati News
  • Mir Ranjan Negi Became A Villain, When India Lost Hockey Match In Against Pakistan

પાકિસ્તાન સામેનો પરાજય પડ્યો હતો ભારે, સાંભળવી પડી હતી ગાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો : એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી અમૃતા રિચંદ (ડાબે) અને નિશા જમવલ સાથે પર્વ હોકી પ્લેયર અને કોચ મીર રંજન નેગી (વચ્ચે).

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ ત્યારે ફક્ત મેચ રહેતી નથી પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે. જ પરિસ્થિતિ આજે ક્રિકેટ દરમિયાન જોવા મળે છે તેવી જ સ્થિતિ પહેલા હોકી મેચમાં હતી. આટલો બધો રોમાંચ હોય ત્યારે પરાજય થનાર ટીમની દયનિય સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. આવી જ ઘટના 1982ના એશિયન ગેમ્સમાં હોકીની ફાઇનલ મેચમાં પરાજય થવા બદલ ભારતના ગોલકિપર મીર રંજન નેગી સાથે બની હતી. 7-1થી પરાજય સહન કરનાર ભારતીય ટીમના ગોલકિપરને પ્રશંસકોની ઘણી ગાળો સાંભળવી પડી હતી.
 
17મો એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ કોરિયાના ઇંચિઓન ખાતે રમાશે. પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા ઝઝુમી રહેલી ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમ ઉપર મેડલ લાવવાનું દબાણ છે. મેન્સ ટીમની આગેવાની સરદાર સિંહઅને મહિલા ટીમની આગેવાની ઋતુ રાની કરશે.

ભારતનો 1-7થી થયો હતો પરાજય
 
નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બધાની આશા હતી કે ભારતની ટીમ પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ મેળવશે, પણ આમ બન્યું ન હતું. પાકિસ્તાનએ આ મેચ 7-1ના મોટા અંતરેથી જીતી લીધી હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

મીર રંજન નેગી હતો ગોલકિપર
 
આ મેચમાં ભારતનો ગોલકિપર મીર રંજન નેગી હતો. એવું ન હતું કે નેગીએ ખરાબ પ્રદર્શન કર્યું હતું પણ પરિસ્થિતિઓ તેને ગાળો સાંભળવા મજબૂર કરી દીધો હતો.

એશિયન ગેમ્સ માટે ભારતની હોકી ટીમ

મેન્સ ટીમ
 
ગોલકિપર - પીઆર શ્રીજેશ
ડિફેન્ડર - ગુરુબાજ સિંહ, બીરેન્દ્ર લાકડા, રુપિન્દર પાલ સિંહ, કોથાજીત સિંહ, વીઆર રધુનાથ.
મિડફિલ્ડર - ધરમવીર સિહ, સરદાર સિંહ(કેપ્ટન), દાનિશ મુત્જબા, ચિંગ્લેનસાના સિંહ, મનપ્રીત સિંહ.
ફોરવર્ડ - રમનદિપ સિંહ, આકાશદિપ સિંહ, એસ વી સુનીલ, ગુરુવિંદર િંહ ચાંડી, નિકિન થિમૈયા.

વિમેન્સ ટીમ
 
ગોલકિપર - સવિતા
ડિફેન્ડર - દીપગ્રેસ એક્કા, દીપીકા, સુનીતા લાકડા, નમિતા ટોપ્પો, જસપ્રિત કૌર, સુશીલા ચાનુ, મોનિકા.
મિડફિલ્ડર - ઋતુ રાની (કેપ્ટન), લિલિમા મિંજ, અમનદિપ કૌર, ચંચન દેવી થોકચોમ.
ફોરવર્ડ - રાની, પૂનમ રાની, વંદના કટારિયા, નવજોત કૌર.

આગળ ક્લિક કરો અને વાંચો, કેમ મીર રંજન નેગીને સાંભળવી પડી હતી ગાળો...