• Gujarati News
  • Michael Schumacher's Daughter Wins Double Gold At Horse Event

શૂમાકરની પુત્રી જીનાને ઘોડેસવારીમાં બે ગોલ્ડ મેડલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીનાએ બહાદૂરીપૂર્વકનું પ્રદર્શન કરતા યુરોપિયન ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા
જીનિવા: સાત વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન માઈકલ શૂમાકર હજુ પણ જીવન સાથે ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ તેની પુત્રી જીનાએ બહાદૂરી બતાવતા યુરોપિયન ઘોડેસવારી (રિનિંગ) ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 17 વર્ષીય જીનાએ પોતાના પિતાના પગલે ચાલતા યુરોપિયન જૂનિયર ઘોડેસવારોની સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ વર્ગના ગોલ્ડ મેડલ જીત્યા હતા. શૂમાકરનો ડિસેમ્બર 2013માં સ્કીઈંગ દરમિયાન ફ્રાન્સમાં એક્સિડેન્ટ થયો હતો જ્યાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે હજુ સ્વસ્થ થયો નથી અને જીવન સાથે ઝઝુમી રહ્યો છે.
શૂમાકરની પત્ની કોરિનાની માલિકીના સીએસ રેન્ચ પર રમાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 દેશના 46 ઘોડેસવારોએ ભાગ લીધો હતો. ઈટાલી જૂનિયર ટીમ વર્ગમાં સતત પાંચમી વખત ટાઈટલ મેળવવાની દીશામાં આગળ વધતું જણાતું હતું પરંતુ શૂમાકરની પુત્રી જીનાએ જર્મનીનું પ્રતિનિધિત્વ કરતા ટાઈટલ મેળવ્યું. તેણે વ્યક્તિગત વર્ગમાં પણ સુવર્ણ સફળતા હાંસલ કરી. તેણે કહ્યું કે મારા ઘોડાએ ફરી એક વખત તેજ બતાવ્યું. હું બીજો ગોલ્ડ મેડલ જીતીને ખૂબજ રોમાંચિત છું. હું મારી ટીમના સાથીઓ અને કોચની પણ આભારી છું. મારા કોચ શાવના લારકોમ્બે, મારી માતા કોરિના મારા સૌથી મોટા સમર્થક છે.
કોરિના આ ટૂર્નામેન્ટ દરમિયાન ત્યાં હાજર રહી હતી. તેણે પોતે પણ કેટલાક સમય માટે ઘોડેસવારી કરી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 46 વર્ષીય શૂમાકર મહિનાઓથી કોમામાં રહ્યો અને એ પછી તેને લુસાને (સ્વિટ્ઝર્લેન્ડ)માં રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરાયો હતો. આ પછી તેને તેના મહેલમાં વિશેષ રૂપે બનાવાયેલા મેડિકલ સ્યૂટમાં રખાયો હતો. પોતાના મહેલ જેવા ઘરમાં પહોંચ્યા બાદ શૂમાકરની સ્થિતિ અંગે કોઈને પણ માહિતી નથી. ફેબ્રુઆરીમાં એ સમાચાર સામે આવ્યા હતા કે શૂમાકરના નોર્વે સ્થિત હોલિડે હોમને 2 મિલિયન પાઉન્ડમાં વેચવામાં આવ્યું હતું. તેનો પરિવાર તેના માટે 10 મિલિયન ડોલરની હોસ્પિટલ બનાવી રહી હોવાને લીધે આવું કરાયું હતું.