તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

U-18 Asia Cup: હોકીમાં ભારતનો ડંકો, પાકિસ્તાનને પછાડી ફાઇનલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાકા : ભારતીય સેનાએ બુધવારે રાત્રે LoC પાર કરીને PoKમાં ઘૂસીને આતંકવાદીઓના 8 કેમ્પનો નાશ કર્યો છે. બીજી તરફ U-18 એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પણ ભારતે વિજય ધ્વજ ફરકાવતા પાકિસ્તાનને પછાડી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઢાકામાં આયોજીત U-18 એશિયા કપની સેમિ ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે 3-1થી વિજય મેળવ્યો હતો. પ્રથમ હાફ સંપૂર્ણ ભારતના નામે રહ્યો હતો. ભારતે પ્રથમ હાફમાં 2 ગોલ કર્યા હતા. બીજા હાફમાં પણ ભારતે આક્રમકતા જાળવી રાખતા 3-0થી લીડ મેળવી લીધી હતી. મેચની 10 મીનિટ બાકી હતી ત્યારે પાકિસ્તાન 1 ગોલ કરવા સફળ રહ્યું હતું.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, હોકી ટીમના કેપ્ટને કઈ સૌગંધ લીધી...
અન્ય સમાચારો પણ છે...