• Gujarati News
  • MCA Honours Sachin Tendulkar Gave Sachin Tendulkar Gymkhana

સચિન તેંડુલકરના સન્માનમાં અંજલીનો વટ, ઉમટી હસ્તીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન તેંડુલકરની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) દ્વારા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સચિનના સન્માનમાં એમસીએ દ્વારા કાંદિવલી કોમ્પલેક્ષને 'સચિન તેંડુલકર જીમખાના' નામ આપવામાં આવ્યું. આ સન્માનથી સચિન પણ ઘણો જ ભાવુક અને લાગણીશીલ બન્યો હતો.
આ પ્રસંગે સચિને એમસીએનો આભાર માનતા કહ્યું હતું કે તૈયારીઓ વગર કંઈ પણ શક્ય નથી. મેં જ્યારે પણ એમસીએ પાસે તૈયારીઓ માટે સુવિધાઓ માંગી છે તેમણે મને તે તમામ સુવિધાઓ પૂરી પાડી છે. હું જ્યારે પ્રેક્ટિસ માટે ત્યાં પહોંચતો હતો તે પહેલા જ બધુ ત્યાં તૈયાર કરી દેવામાં આવતું હતું.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટ મેચ ઘણી બધી રીતે ઐતિહાસિક બની રહેશે. એક તો આ સચિનની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ હશે. આ ટેસ્ટ રમવાની સાથે જ સચિન 200 ટેસ્ટ રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની જશે.
સચિનના સન્માન સમારંભમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો હાજર રહી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ ત્યાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને એમસીએના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યા હતા.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, સચિનના સન્માન સમારંભની ખાસ ક્ષણો.....